જજના હેટ સ્પીચના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કેલગેરીના ઉમેદવારને ૧૮ માસની કેદ

October 11, 2021

  • રેસ્ટોરાં ઉદ્યોગના અગ્રણી મોહમ્મદ ફકીહની બદનક્ષી બદલ આરોપીને 2019માં વળતર આપવા પણ આદેશ થયો હતો
ટોરોન્ટો : કેવિન જે. જોન્સનને પેરેમાઉન્ટ ફાઈન ફુડસના માલિકની બદનક્ષી નહીં કરવાના બે વર્ષ પહેલાના જજના આદેશનો ભંગ કરી તેમને ત્રાસવાદી અને બેબી કિલર તરીકે સંબોધન કરવા બદલ અદાલતે ૧૮ માસની કેદની સજા ફટકારી હતી.  ટોરોન્ટોના દાનવીર અને રેસ્ટોરાં ઉદ્યોગના અગ્રણી મોહમ્મદ ફકીહની બદનક્ષી બદલ ઓન્ટેરિયોના જજે વર્ષ ર૦૧૯માં અટકી જવા અને બદનક્ષી નહીં કરવા આદેશ કર્યો હતો.  ઓન્ટેરિયોની સુપીરીયર કોર્ટના જસ્ટીસ જેન ફગ્યુસને જોન્સનને ફકીહની બદનક્ષી કરવા બદલ ર.પ મિલીયન યુ.એસ.ડોલરનું વળતર ચુકવી દેવા પણ આદેશ કર્યો હતો.  જે તેમણે જુલાઈ ર૦૧૭થી સતત પોતાની વેબસાઈટ ઉપર વીડિયો અને પોસ્ટ મુકીને કરવાનું શરૂ કર્યું હતું. જજે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, જોન્સને માત્ર જાતિવાદી અભિગમ રાખીને ફકીહને નિશાન બનાવીને હેટ સ્પીચ શરૂ કરી એ યોગ્ય નથી. જસ્ટીસ ફ્રેડ માયર્સે સોમવારે કહ્યું હતું કે, જોન્સનને ચોથી જાન્યુઆરીથી શરૂ થાય એ રીતે ત્રણ માસની સજા જુદા કારણોસર કરવામાં આવી છે અને બાકીની એમના રાજકીય આશય માટેના વિચારો પ્રદર્શિત કરવા બદલ કરવામાં આવી છે.  માયસરે કહ્યું હતું કે, જોનસ્ટનના શબ્દો હેટ સ્પીચથી પણ વધુ હતા. જે મુસ્લિમોને ત્રાસવાદી તરીકે ઓળખાવવાનો પ્રયાસ હતો. જેના આધારે લિબરલ મિડીયાએ પણ ફકીહને ખરાબ ચિતરવાનું શરૂ કર્યું એ પણ જોનસ્ટનની સ્પીચના આધારે જ કર્યું છે.  જુલાઈ માસમાં પણ જોનસ્ટનને બે અદાલતોએ તેમને પોતાના અનુયાયીઓને કોવિડ-૧૯ના પ્રસારને અટકાવવામાં મદદરૂપ નહીં થવા માટે ઉશ્કેરવાના આરોપસર ગુનેગાર ઠરાવી ૪૦ દિવસની કેદની સજા ફટકારી હતી.  એમણે કેલગેરીના મેયરપદ માટે ઉમેદવારી પણ કરી હતી. પરંતુ જજે સજા ફટકારી હોવાથી હવે એ ચૂટણીમાં ભાગ નહીં લઈ શકે. જજે કહ્યું હતું કે, જો ફકીહ જેવી વ્યકિત સામે જાતિવાદી ટીપ્પણીઓ કરવામાં આવશે તો કેનેડામાં તેઓ સુરક્ષિત છે એવો ભરોસો કેવી રીતે આપી શકાય. 
મુસ્લિમ વિરોધી પોસ્ટ વારંવાર પોતાની વેબસાઈટ પર મુકવા બદલ આ સજા કરવામાં આવી છે.