દેશભરમાં 4067 લોકો પોઝિટિવ, 109નાં મોત, 76 ટકા પુરૂષ દર્દી, 40થી ઓછી વયના 47 ટકા

April 06, 2020

નવી દિલ્હી  : આરોગ્યપ્રધાને જણાવ્યું કે દેશમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા વધીને 4067 થઇ ચુકી છે, છેલ્લા 24 કલાકમાં 693 કેસ બહાર આવ્યા છે, અત્યાર સુંધીમાં 291 લોકો સાજા થઇ ચુક્યા છે, અત્યાર સુંધીમાં 109 લોકોનાં મોત થયા છે, રવિવારે 30 લોકોનાં જીવ ગયા છે.

અત્યાર સુંધીમાં 1445 કોરોના દર્દીઓ તબલિકી જમાત સાથે સંબંધીત છે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાને કોરોનાના કમ્યુનીટી સંક્રમણ (સ્ટેજ-3)નાં દાવાને ફગાવી દીધા છે, કહેવામા આવ્યું છે કે કોઇ પણ ક્ષેત્રમાં લોકલ ટ્રાન્સમિશનને કમ્યુનીટી ટ્રાન્સમિશન નહીં કહીં શકાય.

આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલનાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે દેશમાં અત્યાર સુંધીમાં સામે આવેલા કોરોના સંક્રમણનાં કેસમાં 76 ટકા પુરૂષો છે, તો 24 ટકા મહિલાઓ છે, અત્યાર સુંધીમાં માર્યા ગયેલા લોકોમાં 73 ટકા મૃતકો પુરૂષો છે, જ્યારે મૃતકોમાં 27 ટકા મહિલાઓ છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે વયનાં હિસાબે જોવા જઇએ તો 47 ટકા દર્દીઓ 40થી ઓછી છે, 34 ટકા દર્દીઓ 40થી 60 વર્ષનાં છે, 19 ટકા દર્દીઓ 60 વર્ષથી વધું ઉંમરનાં છે, 63 ટકા મોત 60 વર્ષથી વધું વયનાં થયા છે, 30 ટકા મૃતકો 40થી 60 વર્ષની વયનાં છે, મૃત્યું પામનારા દર્દીઓમાંથી 7 ટકા 40 વર્ષથી ઓછી ઉંમરનાં છે.