5 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર મળશે, નરેશ-મહેશની બેલડી પદ્મ શ્રીથી સન્માનિત

January 25, 2021

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર સોમવારે દેશના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારોનું એલાન કરી દેવામાં આવ્યું છે. જે હેઠળ વિશેષ યોગદાન આપનાર નાગરિકોને 3 શ્રેણીઓ પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણઅને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવે છે.
પદ્મ પુરસ્કાર એવોર્ડની જાહેરાતની સાથે જ 7 વ્યક્તિને પદ્મ વિભૂષણ પુરસ્કાર અપાશે, 10 વ્યક્તિઓને પદ્મ ભૂષણ પુરસ્કાર અપાશે. ત્યાં જ 102 વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર અપાશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વ. કેશુભાઇ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાશે. આ સાથે અન્ય પાંચ ગુજરાતીઓ પણ એવોર્ડથી સન્માનિત થશે.

આ ગુજરાતીઓ થશે સન્માનિત

(1) કેશુભાઈ પટેલ, (મરણોત્તર પદ્મભૂષણ), જાહેર બાબતો, ગુજરાત
(2) મહેશભાઈ કનોડિયા (મરણોત્તર પદ્મ શ્રી) આર્ટ, ગુજરાત
(3) નરેશભાઈ કનોડિયા (મરણોત્તર પદ્મ શ્રી) આર્ટ, ગુજરાત
(4) દાદુદાન ગઢવી, (પદ્મ શ્રી) સાહિત્ય અને શિક્ષણ, ગુજરાત
(5) શ્રી ચંદ્રકાંત મહેતા, (પદ્મ શ્રી) સાહિત્ય અને શિક્ષણ, ગુજરાત