ઔરંગાબાદમાં 8 દિવસ સંચારબંધી : માસ્ક નહીં પહેરે તેની સામે ફોજદારી ગુનો

July 04, 2020

મુંબઇ : મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં કોરોનાના વધતા જતા ઉપદ્રવને ડામવા માટે કડક લોકડાઉન તેમજ  રાતના સમયે સંચારબંધી લાગુ કરવામાં આવી છે.

ઔરંગાબાદ જિલ્લાામં કોરોનાના દરદીઓની સંખ્યા સતત વધતી જ જાય છે. અત્યાર સુધીમાં દરદીઓની સંખ્યા ૫૯૮૮નો આંકડો વટાવી ગઇ છે. આ સ્થિતિમાં પ્રશાસને લોકો નિયમોનું કડક પાલન કરે એવો આદેશ આપ્યો છે. જે માસ્ક પહેર્યા વિના નીકળશે. અને પકડાશે તેની સામે ફોજદારી ગુનો પણ  નોંધવામાં આવશે એવી ચેતવણી આપવામાં આવી છે.