છેલ્લા 24 કલાકમાં કોરોનાના 81 હજાર દર્દી

September 15, 2020

નવી દિલ્હી : દેશમાં કોરોનાના દર્દીઓનો આંક 49 લાખને પર થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 81 હજાર 911 લોકો કોરોનાથી સંક્રમણ થયા છે. આ સાથે કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 49 લાખ 29 હજાર 543 થઈ છે. એમાં રાહતની વાત એ છે કે 38 લાખ 56 હજાર 246 લોકો સાજા પણ થયા છે.

દિલ્હીના ડે. સીએમ મનીષ સિસોદિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોમવારે તેમણે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી હતી.

આ પહેલાં દિલ્હીના અન્ય ત્રણ ધારાસભ્યો ગિરીશ સોની, પ્રમિલા ટોકસ અને વિશેષ રવિને પણ સંક્રમણ લાગ્યું છે. સિસોદિયા સહિત ત્રણેય ધારાસભ્યો સોમવારે વિધાનસભા સત્રમાં સામેલ થઇ શક્યા ન હતા.

 કેન્દ્રીય આરોગ્યમંત્રાલયે મંગળવારે સવારે પોતાના આંકડા જાહેર કર્યા હતા એ પ્રમાણે, 83 સોમવારે હજાર 808 કેસ સામે આવ્યા હતા, જ્યારે 1054 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સાથે દેશમાં કોરોના પોઝિટિવનો આંક 49 લાખ 30 હજાર 237 થયો છે, જેમાં 9 લાખ 90 હજાર 61 એક્ટિવ કેસ છે. 38 લાખ 59 હજાર 400 દર્દી સાજા થઈ ગયા છે. અત્યારસુધીમાં 80 હજાર 776 દર્દીનાં મૃત્યુ થયાં છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કહ્યું હતું કે સોમવારે દેશમાં 10 લાખ 72 હજાર 845 કોરોના સેમ્પલની તપાસ કરવામાં આવી. આ રીતે 5 કરોડ 83 લાખ 12 હજાર 273 ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.