રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 965 કેસ, 18 દર્દી વેન્ટિલેટર પર

August 06, 2022

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 965 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 928 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.65 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ 6029 એક્ટિવ કેસ છે. જેમાંથી 18 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6011 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,43,489 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,975 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 259 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 81, વડોદરા 60, રાજકોટ કોર્પોરેશન 56, સાબરકાંઠા 46, મહેસાણા 43, સુરત કોર્પોરેશન 42, કચ્છ 38, રાજકોટ 33, મોરબી 31, સુરત 26, અરવલ્લી 24, ગાંધીનગર 24, અમરેલી 23, વલસાડ 22, ગાંધીનગર કોર્પોરેશન 15, આણંદ 14, બનાસકાંઠા 14, નવસારી 13, પાટણ 13, પંચમહાલ 12, સુરેન્દ્રનગર 11, જામનગર કોર્પોરેશન 10 એમ કુલ 965 દર્દીઓ નોંધાયા છે.