Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે 20 હજાર લીટરની ઓક્સિજન ટેન્ક ફિટ કરાશે

September 19, 2020

રાજકોટ : કોરોના વાયરસ નામના રાક્ષસદને હરાવનાર દર્દીઓની સંખ્યા ગુજરાતમાં હવે 1 લાખને પાર થઈ ગઈ છે. ગુજરાતમાં શુક્રવાર સુધી નોંધાયેલા કોરોનાના 1,20,498 કેસ સામે 1,01,101 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. રાજકોટ હાલ સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત બન્યું છે, ત્યારે આવનારા સમયને ધ્યાનામાં રાખીને મોટી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

રાજકોટમાં કોરોના વાયરસના સંક્રમિત ઘણા દર્દીઓમાં શ્વાસ લેવા સંબંધી તકલીફો જોવા મળી રહી છે ત્યારે આ સ્થિતિમાં કૃત્રિમ રીતે એટલે સીધુ ઓક્સિજન કે વેન્ટીલેટર પર રાખવાની જરૂરિયાત ઉભી થતી હોય છે. આ માટે રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે 11 હજાર લિટરની લિક્વીડ ઓક્સીજનની ટેંક અને 950 લીટરની 4 ટેન્ક ઉપલબ્ધ છે. ઉપરાંત નજીકના ભવિષ્યમાં 20 હજાર લિટરની વધુ એક ટેંક ઈન્સ્ટોલ કરવામાં આવશે. આમ, આ વિકટ પરિસ્થિતમાં દર્દીઓના જીવ બચાવવા માટે પુરતો પ્રાણવાયુ ઉપલબ્ધ છે.

ઓક્સિજન સપ્લાય બાબતના ઇન્ચાર્જ નોડલ ઓફિસર જે.કે. નથવાણી કહે છે કે, કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઓક્સિજન એક મહત્વનું ઘટક છે. આ ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે પુરતા પ્રમાણ જથ્થો છે. ઓક્સિજનનો સપ્લાય બે પ્રકારે કરવામાં આવતો હોય છે. એક પ્રવાહી અને બીજુ વાયુ સ્વરૂપે. લીક્વીડ ઓક્સિજનને સીધુ ઉપયોગમાં લઈ શકાતુ નથી, પણ તેને વેપોરાઈઝર મશીનના માધ્યમથી વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કર્યા બાદ કોવિડ હોસ્પિટલના દરેક વોર્ડમાં પાઈપલાઈન મારફતે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સપ્લાય કરવામાં આવે છે.