સહારામાં તૈયાર થયેલું ધૂળનું વાદળ 8 હજાર કિમી દૂર અમેરિકા સુધી પહોંચ્યું

June 29, 2020

નવી દિલ્હી : સહારાના રણ વિસ્તારના આકાશમાં તૈયાર થયેલું 5,600 કિલોમીટરથી વધુમાં ફેલાયેલું મહાકાય ધૂળનું વાદળ આઠ હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડીને છેક અમેરિકા પહોંચી ગયું છે.

ટેક્સાસ, ફ્લોરિડા સહિતના રાજ્યોની નજીક પહોંચેલું આ મહાકાય ધૂળનું વાદળ આવતા સપ્તાહના મધ્ય સુધીમાં ત્યાં રહેશે અને ત્યાર બાદ આગળ નીકળી જશે. પર્યાવરણવિદે કહે છે કે, છેલ્લા 50 વર્ષમાં પહેલી વખત આટલું મોટું ધૂળનું વાદળ સર્જાયું છે.

અમેરિકી અવકાશી સંસ્થા - નાસા આ મહાકાય ધૂળના વાદળ પર નજર રાખી રહી છે. નાસા કહે છે કે, આ પ્રકારના ધૂળના વાદળ-તોફાન એટલાન્ટિક મહાસાગર પાર કરે તે નવાઈની વાત નથી પણ તેના કારમે જોખમ સર્જાઈ શકે છે. પર્યાવરણવિદેએ 4,600થી વધુ કિલોમીટર વિસ્તારમાં (3,500 માઈલ) ફેલાયેલા ધૂળના વાદળને 'ગોડઝીલા ડસ્ટ ક્લાઉડ' નામ આપવામાં આવ્યું  છે.

નાસાના ઉપગ્રહોએ ઝડપેલી તસવીરો દર્શાવે છે કે, ગોડઝીલા ડસ્ટ ક્લાઉડ આફ્રિકાના પશ્ચિમી કાંઠે એટલાન્ટિસ થી પ્રવાસ ખેડીને કેરેબિયન દરિયા તેમજ મેક્સિકોના અખાત પરથી પસાર થયું હતુ.

અમેરિકાની રાષ્ટ્રીય હવામાન સેવાના હવામાનશાસ્ત્રી ુપેટ્રિક બ્લડે કહ્યું કે, આ એક સૂકી હવાનું સ્તર રચાયું છે, જેમાં સારા એવા પ્રમાણમાં ધૂળના કણો છે.આવા વાદળ દર ઉનાળામાં સર્જાતા હોય છે. છેલ્લા 50 વર્ષમાં આ પહેલી વખત આટલું મોટું ધૂળનું વાદળ સર્જાયું છે.

અમેરિકાના ટેક્સાસ, ફ્લોરિડા સહિતના કેટલાક રાજ્યોની એર ક્વોરિટી આ ધૂળના વાદળને કારણે બગડશે. નોંધપાત્ર છે કે, આ વિસ્તારોમાં કોરોનાના કેસની સંખ્યામાં તાજેતરમાં વધારો થયો છે.

બોસ્ટન યુનિવર્સિટીના જાહેર આરોગ્ય વિદ્યાશાખાના પર્યાવરણીય આરોગ્યના પ્રાધ્યાપક ગ્રેગોરી વેલેનિઅસે કહ્યું કે, હવાના પ્રદૂષણ અને કોરોનાના જોખમની વચ્ચેના સંભવિત સંબંધની ચર્ચા ચાલી રહી છે, ત્યારે આ પ્રકારની સ્થિતિ ચિંતાજનક છે.

એર ક્વોલિટી બગડે તો હૃદય અને શ્વસન સંબંધિત રોગના દર્દીઓને ગંભીર અસર થઈ શકે છે અને હૃદય તેમજ ફેફસાંની સમસ્યાના કારણે કોરોનાનું જોખમ વધે છે. આકાશમાં છવાયેલા ધૂળના વાદળને કારણે વિઝિબિલિટી ઘટી જાય છે.

આ અંગે અમેરિકાના ફ્લોરિડા, ટેક્સાસ જેવા વિસ્તારોના રહીશોએ સોશિયલ મીડિયામાં તે અંગેની તસવીરો પણ પોસ્ટ કરવાની શરૂ કરી દીધી છે. આવી સ્થિતિના કારણે હવાઈ પરિવહનમાં પણ સમસ્યા સર્જાઈ શકે છે.