દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ
March 04, 2021

અમદાવાદ :ઈઝ ઓફ લિવિંગ એટલે કે રહેવા લાયક દેશના સૌથી શ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરાઈ છે. ગુજરાતના ત્રણ શહેરો સામેલ થયા છે. ભારત સરકારે જારી કરેલા લિસ્ટમાં ટોપ ટેનમાં દેશના મેટ્રો સિટીમાં બેંગ્લોર સૌથી શ્રેષ્ઠ અને ઓછી વસ્તી ધરાવતાં શહેરમાં શિમલા નંબર 1 પર છે. જ્યારે અમદાવાદ ટોપ ટેનમાં ત્રીજા નંબરે છે. સુરત પાંચમા, વડોદરા આઠમા નંબરે છે. આ સિવાય પૂણે બીજા નંબરે, ચેન્નઈ ચોથા, નવી મુંબઈ છઠ્ઠા, કોઈમ્બતૂર સાતમા ઈન્દોર નવમા અને ગ્રેટર મુંબઈ દસમા સ્થાને છે. ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોમન્સ ઈન્ડેક્સ 2020માં જાહેર કરાયેલી યાદીમાં સમાવિષ્ઠ છે
જ્યારે દેશની ટોપ મ્યુનિસિપાલ્ટીઝમાં ગુજરાતના ત્રણ શહેરો સામેલ થયા છે. ભારત સરકારે જારી કરેલા લિસ્ટમાં ટોપ ટેનમાં સુરત બીજા, અમદાવાદ છઠ્ઠા અને વડોદરા 10મા સ્થાને છે. દેશમાં ટોપ પર ઈન્દોર છે. જ્યારે ત્રીજા સ્થાને ભોપાલ, ચોથા સ્થાને પીંપરી ચીંચવાડ, પાંચમા સ્થાને પૂણે, સાતવા સ્થાને રાયપુર, આઠવા સ્થાને ગ્રેટર મુંબઈ અને નવા સ્થાને વિશાખાપટ્ટનમ છે.
ઈઝ ઓફ લિવિંગના કેસમાં દેશના મહાનગરોમાં બેંગલુરુ સૌથી સારુ અને ઓછી વસ્તીવાળા શહેરમાં શિમલા નં-1 છે. આ પ્રમાણે દિલ્હીનો ક્રમ 13 પર છે. ટોપ-20 શહેરોમાં મધ્ય પ્રદેશનું ઈન્દોર, ભોપાલ, છત્તીસગઢનું રાયપુર, ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ, મહારાષ્ટ્રનું પુણે, નવી મુંબઈ અને ગ્રેટર મુંબઈ સહિત 7 શહેરો સામેલ છે. આ વાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા ઈધ ઓફ લિવિંગ ઈન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોમન્સ ઈન્ડેક્સ 2020માં સામે આવી છે.
મ્યુનિસિપલ પરફોર્મન્સ ઈન્ડેક્સના આધાર પર ઈન્દોર દેશમાં નંબર-1 શહેર છે. આ ઈન્ડેક્સને 114 નગર નિગમના 20 સેક્ટર અને 100 ઈન્ડિક્ટરના આધાર પર બનાવવામાં આવ્યું છે. તેમાં મિલિયન પ્લસ શહેરોમાં ઈન્દોર, સુરત અને ભોપાલ ટોપ-3માં રહેલા છે. જ્યારે ઓછી વસ્તી કે શહેરી નિગમમાં નવી દિલ્હી, તિરુપતિ અને ગાંધીનગર ટોપ-3 શહેર છે.
Related Articles
વડોદરામાં રેમડેસિવિરની કાળાબજારીઃ ડોક્ટર અને નર્સ ઝડપાયા
વડોદરામાં રેમડેસિવિરની કાળાબજારીઃ ડોક્ટર...
Apr 11, 2021
સામ પિત્રોડાનો સંદેશ, કોરોનાને હળવાશથી લેવાને બદલે ગંભીરતા લો
સામ પિત્રોડાનો સંદેશ, કોરોનાને હળવાશથી લ...
Apr 11, 2021
ગુજરાતમાં સતત બીજા દિવસે કોરાનાના કેસ 5000ને પાર, 54ના મોત
ગુજરાતમાં સતત બીજા દિવસે કોરાનાના કેસ 50...
Apr 11, 2021
કોરોના ઇફેક્ટ : રાજ્યની તમામ કોલેજોમાં 30 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ
કોરોના ઇફેક્ટ : રાજ્યની તમામ કોલેજોમાં 3...
Apr 11, 2021
આ દિવસો જોવા માટે રજવાડા સોંપ્યા ? કોરોનામાં ભાવનગરની સ્થિતી જોઇ યુવરાજની વ્યથા!
આ દિવસો જોવા માટે રજવાડા સોંપ્યા ? કોરોન...
Apr 11, 2021
રાજકોટમાં કોરોના કેસ વધતા તંત્ર ઉંધામાથે, બેડો તો વધાર્યા પણ નર્સિંગ સ્ટાફ અને ડોકટરોની અછત
રાજકોટમાં કોરોના કેસ વધતા તંત્ર ઉંધામાથે...
Apr 11, 2021
Trending NEWS

11 April, 2021
.jpeg)
11 April, 2021
.jpeg)
11 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021