અમદાવાદી યુવતીએ કોરોના સામેનો જંગ જીત્યો, પિતાએ કહ્યું- ડોક્ટર ભગવાન છે

April 06, 2020

અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશનનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોના પોઝિટિલનો કુલ આંકડો 64 થઈ ગયો છે. તો આ બધા વચ્ચે અમદાવાદ માટે એક સારા સમાચાર પણ છે. ફ્રાન્સથી આવેલી અમદાવાદ આવેલી 23 વર્ષીય યુવતીએ કોરોનાને હરાવી સ્વસ્થ થઈ ચૂકી છે. હોસ્પિટલમાં રજા આપતી વખતે તેનાં પિતાએ કહ્યું કે-ભગવાન ડોક્ટર છે.

23 વર્ષીય સ્મૃતિ ઠક્કર 19 માર્ચે પેરિસથી અમદાવાદ આવી હતી. અને 21 માર્ચે તેને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તે સામેથી દાખલ થઈ ગઈ હતી. એસવીપી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. ત્યારે લાંબી સારવાર બાદ સ્મૃતિએ કોરોનાને માત આપી હતી. અને તેનો ફરીથી રિપોર્ટ કરાવતાં નેગેટિવ આવ્યો હતો. સ્મૃતિને એસવીપી હોસ્પિટલમાંથી રજા આપતી વખતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. સ્મૃતિએ ડોક્ટરોનો આભાર માન્યો હતો. તો સ્મૃતિના પિતાએ કહ્યું કે, ડોક્ટર ભગવાન છે.