ઓન્ટેરિયોમાં ઓગસ્ટના આરંભ સુધીમાં તમામને વેકસીન મુકાઈ જવાની સંભાવના

January 27, 2021

  • કોવિડ -૧૯ના પ્રસારને અટકાવવા માટે આખા પ્રાંતમાં લોકોને ઘરોમાં રહેવા આદેશ

ઓન્ટેરિયો : ઓન્ટેરિયોમાં દરેકને જુલાઈના અંત કે ઓગસ્ટના આરંભ સુધીમાં કોરોનાની વેકસીન મુકાઈ જાય એવું આયોજન વેકસીન વિતરણ માટે કરાયું હોવાના અહેવાલ રવિવારે મીડિયાને અપાયા હતા નવી સમય મર્યાદા એવા સમયે આવી છે જયારે ૩૪રર નવા કેસ અને ૬૯ના મૃત્યુ તાજેતરમાં નોંધાયા છે. માત્ર ટોરોન્ટોમાં નવા ૧૦૦૦થી વધુને ઈન્ફેકશન જોવા મળ્યું છે. રીટાયર્ડ જનરલ રીક હિલરે વાત કરી હતી. જયારે કે ઓન્ટેરિયોને વેકસીનનો પુરતો જથ્થો સમયસર મળી રહેવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છેહવે લોકોએ વેકસીન લેવા આવવાનું રહે છે એમ મીડિયા સાથેની વાતચીતમાં હિલરે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું તો એવું જોવા ઈચ્છું છું કે ઓન્ટારીયો પ્રાંતમાં જુલાઈના અંત સુધીમાં બધાને વેકસીન મળી શકે. જે વેકસીન લેવા તૈયાર હોય અને જે મેળવવા લાયક હોયપરંતુ જયાં સુધી વેકસીનનો પુરતો જથ્થો અમને મળશે નહીં ત્યાં સુધી અમે કંઈ કરી શકતા નથી. ઓન્ટેરિયોમાં મોટાભાગનો જથ્થો આવી ચુકયો છે. પણ અત્યાર સુધીમાં માત્ર ૭ર ટકા ડોઝનો ઉપયોગ થઈ શકયો છે.

છેલ્લી જાણકારી માટે તમે વેકસીન ટ્રેકરનો ઉપયોગ કરી શકો છોહાલમાં તો કોવિડ -૧૯ના પ્રસારને અટકાવવા માટે આખા પ્રાંતમાં લોકોને ઘરોમાં રહેવાના આદેશ જારી થયા છે. ટોરોન્ટોમાં રવિવારે ૧૦૩પ નવા કેસ નોંધાયા હતા. જે સતત બીજા દિવસે સૌથી વધુ કેસ ધરાવનારૂં પ્રાંતનું શહેર બન્યું હતુંટોરોન્ટો ઉપરાંત પીલમાં પ૮પ કેસ, વિન્ડસર અને એસેકસમાં રપ૪ અને યોર્કમાં ર૪૬ અને ૧૮૬ કેસ નાયગ્રા વિસ્તારમાં નોંધાયા હતાવધુમાં ૬૯ મૃત્યુ પણ નોંધાયા હતા. જેની સાથે પ્રાંતનો મરણાંક પ૪૦૯ સુધી પહોંચ્યો હતો. વેકસીનેશનના નવા પ્લાન મુજબ મોટાપાયે કરાયેલા આયોજન મુજબ ઓન્ટેરિયોમાં અત્યાર સુધીમાં ર૦૦૦૯૭ વેકસીનના ડોઝ અપાયા છે. બાકીના પહેલા તબક્કાના રોલઆઉટ માટે રવિવારે મેટ્રો ટોરોન્ટો કન્વેન્શન સેન્ટર ખાતે પ્રિમીયર ડગ ફોર્ડે માસ વેકસીનેશન પ્રોગ્રામનો આરંભ થયો હતોજે સોમવારે ચાલુ રહેશે પણ સામાન્ય નાગરીકો માટે નહીં હોય. ત્યારબાદ દરરોજ રપ૦ લોકોને વેકસીન અપાશે અને એમાં મોડેર્ના વેકસીન અપાશે.