સુરતના કોફી શોપમાં બેભાન મળેલાં બે કોલેજિયનમાંથી વિદ્યાર્થિનીનું મોત, વિધર્મી વિદ્યાર્થી નાસી જતાં પરિવારનો દીકરી મારી નાખી હોવાનો આક્ષેપ

November 23, 2021

સુરત : સુરતના વેસુની એક કોફી શોપમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવતાં સિવિલ લવાયાં હતાં. સિવિલમાં વિદ્યાર્થિનીને મૃત જાહેર કરાતાં સાથી વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી નાસી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

મૃતક યુવતી બીએડની વિદ્યાર્થિની હોવાનું સામે આવતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.

ઓડિશાવાસી પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. પરિવારે કહ્યું હતું કે જ્યાં સુધી છોકરાની ધરપકડ ન થાય ત્યાં સુધી દીકરીની અંતિમ વિધિ કરીશું નહિ, સમાજ સાથે છે .દીકરીના પિતા મુંબઈથી સુરત આવવા નીકળી ગયા છે. બપોર સુધીમાં સુરત આવી જશે. ત્યાર બાદ પોસ્ટમોર્ટમ કાર્યવાહી કરાશે.