અનિલ અંબાણીના પુત્રએ કર્યો Lockdown નો વિરોધ, કહ્યું- સમાજ અને અર્થવ્યવસ્થા થઈ જશે બરબાદ

April 07, 2021

નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીએ કોરોના સંકટનો સામનો કરવા માટે લૉકડાઉન જેવા પ્રતિબંધોનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, લૉકડાઉનનો ઇરાદો સ્વાસ્થ્યની ચિંતા કરવાનો નથી પરંતુ નિયંત્રણ કરવાનો છે અને તેનાથી સમાજ તથા અર્થવ્યવસ્થાની કમર તૂટી જશે. રિલાયન્સ કેપિટલ લિમિટેડના પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે એક બાદ એક ટ્વીટ કરીને ક8હ્યું કે, સેમી-લૉકડાઉન જેવી સ્થિતિથી નાના વેપારીઓ અને મજૂરોની જિંદગી પ્રભાવિત થશે. એક ટ્વીટમાં અનમોલ અંબાણીએ લખ્યુ, 'પ્રોફેશનલ અભિનેતા પોતાના ફિલ્મનું શૂટિંગ કરી શકે છે. પ્રોફેશનલ ક્રિકેટર મોડી રાત સુધી રમી શકે છે. નેતાઓ રેલીઓ કરી શકેવ છે. પરંતુ તમારો કારોબાર કે કામ જરૂરી નથી.