૧૫૦ કિમી ઝડપે કાર હંકારનારને ઝડપવા પોલીસને પરસેવો પડ્યો

March 26, 2022

  • કોઈ નશાની હાલતમાં કાર હંકારી રહ્યું હોવાનો કોલ મળતાં જ પોલીસ હરકતમાં આવી
ડરહામ : એક ૧૧ વર્ષીય છોકરાએ ઓન્ટેરિયોના વ્હાઇટ-બી ખાતે રવિવારે સાંજે પોલીસને તોફાની ઝડપે‌‌ કાર ચલાવવાની ફરજ પાડી હતી. આ બાબતે ડરહામ રિજિયોનલ પોલીસે જણાવ્યું હતું કે, પોલીસને ૯૧૧ ઉપર ફરિયાદ મળી હતી કે, એક ડ્રાઇવર સંભવત: પીધેલી હાલતમાં રોડ ઉપર બેફામ વાહન ચલાવી રહ્યો છે. જે બાદ અમે જરા પણ સમય ગુમાવ્યા વિના એ‌ કારનોનો પીછો કર્યો અને એ કાર આગળ ધસી જઇ કારને અટકાવી હતી. આ પહેલાં લગભગ ૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે રોંગ સાઇડમાં આ કાર જઇ રહી હતી અને પાછળની સીટ ઉપર‌ ૧૨ વર્ષનો એક છોકરો બેઠો હતો. પરંતુ આ આખા બનાવમાં કોઇને ઇજા થઇ ન હોતી. કોન્સ્ટેબલ જ્યોર્જ ટુડોસે ક્હ્યું હતું કે, અધિકારીએ વિરુદ્ધ દિશામાં જઈ વાહનથી બચવા ઘાંસ પર પડ્યા બાદ અધિકારીએ ઇમરજન્સી લાઇટ કરી કારને અટકાવવા યુ ટર્ન લીધો હતો. ટૉડોઝે કહ્યું હતું કે છોકરાએ કાર પરનો કાબુ ગુમાવતા કાર ફેન્સિગ સાથે અથડાઈ પડી હતી.