બાંગ્લાદેશના આશાસ્પદ ઓપનર ખેલાડીએ કરી આત્મહત્યા

November 17, 2020

ઢાકાઃ બાંગ્લાદેશના ભૂતપૂર્વ અંડર -19 ક્રિકેટર મોહમ્મદ સૌજીબે દુનિયાને અલવિદા કહી દીધુ છે. મોહમ્મદે 14 નવેમ્બર શનિવારે પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. 21 વર્ષીય સૌજીબ બાંગ્લાદેશની અંડર -19 ટીમનો એક ભાગ હતો. આ ટીમની કમાન સૈફ હસન સંભાળી રહ્યા હતા. તે સ્ટેન્ડબાય ખેલાડી તરીકે ન્યુઝીલેન્ડ પણ ગયો હતો, પરંતુ તે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થયો ન હતો. આ યુવા બેટ્સમેન બાંગ્લાદેશની અંડર -19 એશિયા કપ ટીમનો એક ભાગ હતો. 2018 માં મોહમ્મદ સૌજીબે શિનપૂકુર માટે લિસ્ટ એ ક્રિકેટમાં પ્રવેશ કર્યો, જ્યાં તેણે 9, 0 અને અણનમ 1 રન બનાવ્યા. જો કે, માર્ચ 2018 થી આ ખેલાડીએ કોઈ સ્પર્ધાત્મક મેચ રમી નથી. સૌજીબ આગામી બાંગબંધુ ટી 20 કપ ડ્રાફ્ટનો પણ ભાગ ન હતો.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ગેમ ડેવલપમેન્ટ મેનેજર અબુ ઇનામ મોહમ્મદે દુ:ખ વ્યક્ત કર્યુ હતુ કે સોઝાબે કદાચ ટૂર્નામેન્ટમાંથી બહાર હોવાને કારણે આ ખતરનાક પગલું ભર્યું હતું. અબુએ જણાવ્યું હતું તે સૌજીફ સૈફ અને અફીફ હુસેન સાથે અમારી 2018 બેચની અંડર -19 ટીમનો ભાગ હતા. સ્ટેન્ડબાય વર્લ્ડ કપમાં હતો. તે એશિયા કપમાં શ્રીલંકા સામે રમ્યો હતો અબુએ કહ્યું કે તેમના મૃત્યુના સમાચાર સાંભળીને ખુબજ દુ:ખ થયું છે.