લાભકારક રહ્યું લોકડાઉન-3, એપ્રિલ પછી કોરોના દર્દીઓનો વૃધ્ધીદર ઘટ્યો

May 22, 2020

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ સંક્રમણનાં કેસ 1 લાખનાં આંકડાને પાર કરી ચુક્યા છે, દેશમાં તેનાં ચેપને રોકવા માટે 31 મે સુધી લોકડાઉન જાહેર કર્યા છે, હવે આ લોકડાઉન અને કોરોના વાયરસને લઇને એક રાહત કારક સમાચાર આવ્યા છે. 

કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-19ને પહોંચી વળવા માટે રચાયેલી એક શસક્ત કમિટીનાં ચેરમેન વિ કે પોલનાં જણાવ્યા પ્રમાણે લોકડાઉન દેશ માટે ફાયદાકારક રહ્યું, લોકડાઉનનાં કારણે દેશમાં કોવિડ 19નાં  કેસની વૃધ્ધી દરમાં 3 એપ્રિલ પછીથી ઘટાડો થયો છે.

વિ કે પોલે માહિતી આપી કે લોકડાઉનનાં કારણે દેશમાં 3 એપ્રિલ બાદથી કોવિડ 19 સંક્રમણનાં કેસની વૃધ્ધી દરમાં ઘટાડો નોંધાયો છે. લોકડાઉનનાં કારણે દેશમાં કોરોના વાયરસનાં કેસ એટલી ઝડપથી નથી વધી શક્યા, જેટલા લોકડાઉન ન લાદવામાં આવ્યું હોત તો વધ્યા હોત.

તેમણે કહ્યું જો લોકડાઉન ન લગાવવામાં આવ્યું હોત  તો દેશમાં કોવિડ 19 કેસની સંખ્યા ઘણી વધું હોત, વિ કે પોલે માહિતી આપી કે દેશમાં લોકડાઉનનાં કારણે કોવિડ 19નાં કેસની સાથે જ તેનાથી થનારી મોતની વૃધ્ધીમાં ઘટાડો આવ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે  કે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણનાં કેસ શુક્રવારે 1,18,447 થઇ ગઇ છે, તે સાથે જ દેશમાં અત્યાર સુધી તેનાથી 3583 લોકોની મોત થયા છે, ત્યાં જ 48,534 લોકો સંક્રમણને માત  દઇ ચુક્યા છે, હવે દેશમાં કોવિડ 19નાં સક્રિય કેસની સંખ્યા 66,330 થઇ છે.

તેમણે આંકડાઓને ઉલ્લેખ કરતા જણાવ્યું કે COVID19નાં  કેસનાં વૃધ્ધીદરમાં 3 એપ્રિલથી ઘટાડો જોવા મળ્યો, જો સમયસર લોકડાઉન ન લાદવામાં આવ્યું હોત  તો આ જે 14થી 29 લાખ વચ્ચે કોરોના દર્દીઓ હોત.

લોકડાઉનનાં કારણે હજારો લોકોનાં જીન બચાવી શકાયા. અત્યાર સુધી 1 કરોડ લોકોની સારવાર થઇ ચુકી છે, તે બહું મોટી સફળતા છે.