બાઈડનની 11 ન કહેવાયેલી વાતો:શાળામાં સાથી મિત્રો સરનેમને ‘બાય-બાય’કહીને ચીડવતા હતા, બીજી પત્નીને 5 વખત પ્રપોઝ કર્યા હતા

January 20, 2021

વોશિંગ્ટન : જો બાઈડન આજે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બની જશે. તે દુનિયાના સૌથી જૂના લોકતંત્ર અમેરિકાના સૌથી ઉમરલાયક પ્રેસિડેન્ટ હશે. હાલ તેમની વય 78 વર્ષ બે મહિના છે. બાઈડન ત્રીજા પ્રયાસમાં રાષ્ટ્રપતિ બની શક્યાં. પહેલી વખત 1987માં અને બીજી વખત 2008માં બાઈડને ડેમોક્રેટ પાર્ટી તરફથી ઉમેદવારીનો દાવો રજૂ કર્યો. બન્ને વખત સમર્થન ન મળી શક્યું. તે બે વખત વાઈસ પ્રેસિડેન્ટ રહ્યાં. બરાક ઓબામાએ તેમને અમેરિકન ઈતિહાસના ‘બેસ્ટ વાઈસ પ્રેસિડેન્ટ’ગણાવ્યા હતા.

બાઈડનના પહેલા લગ્ન 1966માં થયા. પત્નીનું નામ-નેલિયા. બાઈડનના જણાવ્યા પ્રમાણે, મારી થનાર સાસુએ મને એક દિવસ પૂછ્યું કે, શું કામ કરો છો? મારો જવાબ હતો કે, એક દિવસ આ દેશનો રાષ્ટ્રપતિ બનીશ. બાઈડન 36 વર્ષ સેનેટર અને 8 વર્ષ વાઈસ પ્રેસિડેન્ટ રહ્યાં. જાણો અમેરિકાના નવા રાષ્ટ્રપતિ સાથે જોડાયેલી 11 રોચક વાતો..

1. 10 વર્ષની વયમાં સરખી રીતે બોલી નહોતા શકતા
બાઈડનનું બાળપણ ફિલાડેલ્ફિયાના સેરેન્ટનમાં પસાર થયું. પછી ફેમિલી ડેલાવેયરના વિલમિંગ્ટનમાં શિફ્ટ થઈ ગઈ. આજે પણ તેઓ અહીં રહે છે.જ્યારે 10 વર્ષના હતા, ત્યારે ઉચ્ચારણ સંબંધી બિમારી(stutter)થી પીડાતા હતા. પોતાની સરનેમ પણ સરખી રીતે બોલી નહોતા શકતા. આજ કારણ હતું કે, તેમના સાથી મિત્ર તેમને ‘બાય-બાય’કહીને ચીડવતા હતા.

2. ફુટબોલથી જીવનની લડાઈ શીખ્યાં
શાળામાં બાઈડન ફુટબોલના સારા ખેલાડી હતા. તેમણે એક વખત કહ્યું હતું કે, સાચું કહું તો ફુટબોલે મને મુશ્કેલીઓથી લડવાનું શીખવ્યું છે. મેદાનમાં ગોલ કરવા માટે બોલને હાંસિલ કરવાની મહેનત એટલું શીખવવા માટે પૂરતી હતી કે ‘જીવનના ગોલ’સુધી પહોંચવા માટે ‘ગોલપોસ્ટ’સુધી પહોંચવું જરૂરી છે.

3. મેડિકલે યુદ્ધમાં જતા અટકાવ્યા
બાઈડને સાયરાકસ યૂનિવર્સિટીમાંથી લોની ડિગ્રી લીધી. આ દરમિયાન અમેરિકા અને વિયતનામની જંગ થઈ. બાઈડેનનું નામ વિયતનામના વિરુદ્ધ યુદ્ધમાં ફોજી તરીકે ડ્રાફ્ટમાં સામેલ કરાયું, પણ અસ્થમાની બિમારીના કારણે તેમને યુદ્ધના મેદાનમાં દેશની સેવાની તક ન મળી શકી.

4. 2 વખત પ્રેસિડેન્ટ ન બની શક્યા
પહેલા 1987 અને પછી 2008માં બાઈડને ડેમોક્રેટ પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી હાંસિલ કરવાનો પ્રયાસ કર્યો. બન્ને વખત નિષ્ફળ રહ્યાં. બીજી વખત તો તે પોતાની જ પાર્ટીમાં દાવેદારીના કેસમાં પાંચમા નંબરે રહ્યાં. તેમના સૌથી સારા મિત્રોમાં સામેલ બરાક ઓબામાએ પોતાના બન્ને કાર્યકાળમાં બાઈડનને વાઈસ પ્રેસિડન્ટ બનાવ્યા.

5. મુશ્કેલીઓ ભરેલું જીવન
બાઈડન પોતે સ્વીકારે છે કે 1972 તેમના જીવવનું સૌથી મુશ્કેલી ભરેલું વર્ષ રહ્યું, પત્ની નેલિયા અને દીકરી નાઓમીનું કાર અકસ્માતમાં મોત થઈ ગયું. આ કારમાં બે દીકરા બો અને હન્ટર પણ હતા. બન્ને સલામત હતા. પછી વર્ષ 2015 પણ આવ્યું. આ વર્ષે કાર અકસ્માતમાં સલામત બચેલો દીકરો બ્રો બ્રેન કેન્સરના કારણે દુનિયાને અલવિદા કહી ગયો. બાઈડનની એક દીકરી એશ્લે પણ છે.

6. સિદ્ધાંતને મહત્વ આપે છે
2008માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં બાઈડને કહ્યું હતું કે, ‘ચેરિયેટ્સ ઓફ ફાયર’મારી ગમતી ફિલ્મ છે. મને લાગે છે કે રિયલ લાઈફ બેઝ્ડ આ ફિલ્મ મને નવો રસ્તો દેખાડે છે. જીવનમાં અમુક સમય એવો આવે છે, જ્યારે અંગત હિતો અને લોકપ્રિયતાના સિદ્ધાંતો સામે નમવું પડે છે. હું પણ સિદ્ધાંતોને બાકી વસ્તુઓ કરતા ઉપર રાખું છું.

7. આઈસક્રિમ છે ખૂબ પસંદ
2016માં એક ઈન્ટરવ્યૂમાં બાઈડેનને તેમની ભાવતી ડિશ અંગે પૂછવામાં આવ્યું હતું. તેમણે મજાકના સ્વરમાં કહ્યું હતું-મારૂં નામ જો બાઈડેન છે. મારા વિશે બે વસ્તું જાણી લો-હું આઈસક્રિમ ખૂબ પસંદ કરૂં છું. દારૂ અને સ્મોકિંગથી દૂર રહું છું.

8. કૂતરાઓ માટે છે પ્રેમ
બાઈડેનને જાનવરો અને ખાસ કરીને કૂતરાઓ સાથે ખૂબ પ્રેમ છે. એક ઈન્ટરવ્યૂમાં પ્રેસિડન્ટ બાઈડેને કહ્યું હતું-લગ્ન પછથી 1967માં પ્રથમવાર પત્ની માટે એક શ્વાન (પપી) ખરીદ્યુ. તેનું નામ રાખ્યું ‘સીનેટર’. હાલમાં, બાઈડેન પાસે બે જર્મન શેફર્ડ ડોગ્સ છે. તેમના નામ છે-મેજર અને ચેમ્પ.

9. બીજા લગ્ન
1977માં બાઈડેને બીજા લગ્ન કર્યા. તેના 5 વર્ષ અગાઉ એટલે કે 1972માં પ્રથમ પત્ની અને પુત્રીનું નિધન થયું હતું. જિલ ટ્રેસી જેકબ્સ તેમના બીજા પત્ની છે. જિલ પ્રોફેસર છે અને હજુ પણ નોકરી કરે છે. 1975માં જિલ અને જોની પ્રથમ મુલાકાત થઈ હતી. જિલના અનુસાર-જો બાઈડેને તેમને પાંચ વખત પ્રપોઝ કર્યુ હતું.

10. ટીચર પત્ની જ ‘માર્ગદર્શક’
2007માં એક ઈન્ટરવ્યૂમાં જો બાઈડેને કહ્યું હતું- જ્યારે હું ખુદને જિલનો પતિ કહું છું તો મને ગૌરવનો અનુભવ થાય છે. 2020માં જ્યારે તેઓ ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ બન્યા તો સમર્થકોનાં સંમેલનમાં કહ્યું-મારી પત્ની જિલ મને વિશ્વાસ અપાવે છે, રસ્તો બતાવે છે. એ મારી શિક્ષક પણ છે.