અફઘાનિસ્તાનની શિયા મસ્જિદમાં બ્લાસ્ટ પછી સીડીઓથી રસ્તા સુધી લોહી જ લોહી

October 09, 2021

  કાબુલ  :અફઘાનિસ્તાનના કુંદુઝ શહેરમાં શુક્રવારે શિયા મસ્જિદમાં નમાઝ દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો, જેમાં 100 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 25 ઘાયલ થયા છે. રિપોર્ટ મુજબ મસ્જિદમાં લગભગ 300 લોકો હાજર હતા. કુંદુઝના નાયબ પોલીસ પ્રમુખ મોહમ્મદ ઓબૈદાએ જણાવ્યું હતું કે મસ્જિદમાં હાજર રહેલા મોટા ભાગના લોકો માર્યા ગયા છે.

સૂચના અને સંસ્કૃતિના ડેપ્યુટી મંત્રી જબીઉલ્લા મુઝાહિદે વિસ્ફોટની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે આજે બપોરે કુંદુઝના ખાનબાદ બંદાર વિસ્તારમાં શિયા મસ્જિદને ટાર્ગેટ બનાવીને આત્મઘાતી હુમલો થયો, જેમાં દેશના ઘણા લોકો શહીદ થયા છે અને કેટલાક ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ આતંકી સંગઠને લીધી નથી.