કેનેડા વસાહતી પ્રણાલી વધુ આધુનિક બનાવશે, આઈઆર સીસી દ્વારા વેન્ડરની શોધ શરૂ

June 22, 2020

 • પ્રવાસ ઉપરના નિયંત્રણો દૂર થતાં વસાહતીઓની અરજીમાં ઉછાળો આવવાની આશા બંધાશે
 • આઈઆરસીસીએ કટોકટીના સમયે પણ વિદેશી નાગરિકોની અરજી માટે અનેક ખાસ પગલાંઓ લીધા

ટોરન્ટો : કેનેડાને આશા છે કે, એક વખત વિશ્વમાંથી પ્રવાસ ઉપરના નિયંત્રણો દૂર થતાં વસાહતીઓની અરજીમાં ભારે મોટો ઉછાળો આવશે. કેન્દ્ર સરકારની એક વેબસાઈટ ઉપર એક નવો દસ્તાવેજ મૂકવામાં આવ્યો છે. તેના પરથી બાબત જાણી શકાય છે. દસ્તાવેજનો મુખ્ય હેતુ ઇમિગ્રેશનના કામમાં મદદ રૂપ બની શકે તે માટે લેન્ડર્સ શોધવાનુ છે.

તેથી ઇમિગ્રેશન, રેફયુજીઝ એન્ડ સીટીઝનશિપ કેનેડા (આઈ આર સી સી) વસાહતીઓ માટેની અરજી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટેની વસાહતી પ્રણાલીનું આધુનિકિકરણ કરશે. કોરોના વાઇરસના રોગચાળાને કારણે આઈ.આર.સી.સીની તમામ પ્રવૃત્તિઓ ઉપર ભારે અસર પડી હતી. કોવિડ- ૧૯નો ફેલાવો થતાં કેનેડાએ પ્રવાસ પર નિયંત્રણ લાદ્યા હતા. કેનેડા અને વિદેશમાં કામ કરતા કેન્દ્ર સરકાના કર્મચારીઓએ સોશ્યલ ડિસ્ટેનસિંગ જેવા નિયંત્રણોનું કડક પાલન કરવું પડતું હતું. અહી કહેવું જરૂરી નથી કે આવી સ્થિતિમાં પણ આઈઆરસીસીવિદેશી કામચલાઉ કામદાર, વિદેશી વિદ્યાર્થીઓ, મુલાકાતીઓ, પરમાનેંટ રેસીડેંટ, સીટીઝનશીપના ઇચ્છુકો, શરણાર્થીઓ, રાજ્યાશ્રય માંગનારા અને કેનેડાના નાગરિકો માટે આવશ્યક ફરજો બજાવવામાં પાછી પાની કરી નથી.

આઈ આર સી સીએ કટોકટીના સમયે વિદેશી નાગરિકોની અરજીની પ્રક્રિયા માટે અનેક ખાસ પગલાંઓ લીધા હતા. બીજી તરફ દસ્તાવેજ સ્વીકારે છે કે, આઈ આર સી સીએ અનેક પ્રોસેસિંગ અને કોન્ટેક્ટ સેન્ટર બંધ કરી દીધા હતા અથવા ક્ષમતામાં ઘટાડો કર્યો હતો. તેના પરિણામે અરજીઓની પ્રક્રિયા ઉપર ધ્યાન આપવાનો આઈઆરસીસીની ક્ષમતાને ભારે અસર થઈ હતી.

એક વખત આઈઆરસીસી પોતાના કામકાજ સામાન્ય ધોરણ પર લાવશે. ત્યારપછી એની નીતિઓમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળશે અને કોરોના વાઇરસ બાદ અરજીઓના નિકાલ માટે ડિજીટલ પદ્ધતિ અપનાવવામાં આવશે. આઈઆરસીસી નવી વ્યૂહરચનાઓમાં પ્રક્રિયાઓ અને ડિજીટલ પ્રણાલિકાઓ વિકસાવીને તેનું કામકાજ વધુ સલામત બનાવવા ઈચ્છે છે. આઈઆરસીસી જ્યાં શકય હોય ત્યાં વધુને વધુ ડિજીટલ પ્રોસેસનો ઉપયોગ કરી વ્યક્તિગત તથા કાગઝી કાર્યવાહી ઘટાડવા માગે છે. તેને કારણે માત્ર આઈઆરસીસી અને જનતાના હિતોનું રક્ષણ થશે એવું નથી. પરંતુ તેને પરિણામે અરજીઓનો નિકાલ કરવામાં વધુ ક્ષમતા અને ઝડપ આવશેઅને તેથી આઈઆરસીસી નીચે પ્રમાણે આધુનિકીકરણ કરવા માટે વેન્ડરની શોધ ચલાવી રહી છે.

 1. એવા ટુલ્સ અને ટેકનોલોજી વિકસાવવા માગે છે કે જેથી આઈઆરસીસીની કામ કરવાની ક્ષમતામાં વધારો થાય અને હાલમાં જે મેન્યુઅલ પ્રોસેસિંગ કરવામાં આવે છે તે અનેક પડકારો અને અરજીઓનો ભરાવો કરે છે.
 2. નવી સામાજિક અંતર રાખવાની જરૂરિયાતો સંતોષી

  Related Articles

  કૅનેડામાં ટી-૨૦ નાયગ્રા ફેસ્ટ ૧૬મી જુલાઈથી શરૂ થઈ જશે

  કૅનેડામાં ટી-૨૦ નાયગ્રા ફેસ્ટ ૧૬મી જુલાઈ...

  Jul 04, 2020

  જીટીએમાં લૉકડાઉન દરમિયાન પ્રસરી વ્રજ કેનેડા દ્વારા સેવાકાર્યોની સુવાસ

  જીટીએમાં લૉકડાઉન દરમિયાન પ્રસરી વ્રજ કેન...

  Jun 30, 2020

  બાપ્સ ચેરીટીએ ઓન્ટેરિયોેના ક્લિનિકને સેવાઓ માટે ૧ર,૦૦૦ પીપીઈ કીટ આપી

  બાપ્સ ચેરીટીએ ઓન્ટેરિયોેના ક્લિનિકને સેવ...

  Jun 30, 2020

  લોકડાઉન બાદ ફરી સજ્જ થઈ રહેલું પિયરસન ઇન્ટરનેશનલ એરપોર્ટ

  લોકડાઉન બાદ ફરી સજ્જ થઈ રહેલું પિયરસન ઇન...

  Jun 29, 2020