જર્મની-પોલેન્ડમાંથી પસાર થતી નદીમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળતા સંરક્ષણવાદીઓ ચિંતિત

August 13, 2022

જર્મની અને પોલેન્ડ વચ્ચે વહેતી ઓડર નદીના કેટલાક વિસ્તારમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવતા સંરક્ષણવાદીઓએ આ મુદ્દે તપાસ કરવાની માંગ કરી છે. ઓડર નદીના કિનારા પણ મોટી સંખ્યામાં મૃત માછલીઓ તણાઈ આવતા જર્મની અને પોલેન્ડના સ્વયંસેવકોએ ક્લિન અપ ઓપરેશનની માંગ કરી છે.

WWF પોલેન્ડના સંરક્ષણ પોલીસી ડિરેક્ટર - પીઓટર નિઝનાન્સ્કીએ જણાવ્યું હતું કે એવુ લાગે છે કે કેટલાક ઉદ્યોગોએ નદીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડી દીધું હશે. આ સિવાય આ વર્ષે યુરોપના ઘણા દેશોમાં દુષ્કાળની સ્થિતિને કારણે નદીમાં પાણીનું જળસ્તર પણ ઓછું છે, જેને માછલીઓ માટે ખતરનાક માનવામાં આવે છે.