ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદવાના કરાર

January 29, 2022

નવી દિલ્હીઃ ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે બ્રહ્મોસ મિસાઈલ માટેની ડીલ ફાઈનલ થઈ ગઈ છે.૩૭૪ મિલિયન ડોલરની આ ડીલ માટે બ્રહમોસ બનાવતી કંપની  બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ સાથે ફિલિપાઈન્સ સરકારે કરાર કર્યા છે. ચીન સાથેના તનાવ વચ્ચે પોતાની નૌસેનાને મજબૂત બનાવવા માટે ફિલિપાઈન્સ બ્રહ્મોસ ખરીદી રહ્યુ છે. ફિલિપાઈન્સના ટોચના સંરક્ષણ અધિકારીઓ તેમજ ભારતના ફિલિપાઈન્સ ખાતેના રાજદૂત આ દરમિયાન હાજર રહ્યા હતા.આ વિવાદિત વિસ્તારમાં ચીનના જહાજો ડેરા તંબૂ તાણીને બેઠા છે અને આવામાં જો ચીન સાથે ટકરાવ થાય તો પોતાની નૌ સેનાને મજબૂત કરવા માટે ફિલિપાઈન્સ તૈયારીઓ કરી રહ્યુ છે.બ્રહ્મોસ મિસાઈલની ક્ષમતા ફિલિપાઈન્સની નૌસેનાને મજબૂત કરશે. આ એન્ટી શિપ ક્રુઝ મિસાઈલ ૩૫૦ થી ૪૦૦ કિમી દુર સુધી માર કરી શકે છે.તેની ઝડપ અવાજ કરતા લગભગ ત્રણ ગણી વધારે છે.જેના પગલે તેને ટાર્ગેટ કરવી પણ સહેલી નથી.