અમેરીકન કંપનીનો કોરોના વેક્સિન 95% અસરકારક હોવાનો દાવો

November 19, 2020

નવીદિલ્હીઃ કોરોના વેક્સિનની દિશામાં એક સકારાત્મક સમાચાર આવ્યા છે. અમેરીકન દવા કંપની ફાઈઝરે દાવો કર્યો છે કે, ત્રીજા ફેઝના કોરોના વેક્સિનનું ફાઈનલ વિશ્લેષણ દર્શાવે છે કે, આ દવા 95% અસરકારક છે. આ સાથે જ કંપની એવો દાવો કર્યો છે કે, આ દવા સુરક્ષાના માપદંડમાં પણ ખરી ઉતરી છે. કંપનીએ જાણકારી આપતા જણાવ્યું કે, વિશ્લેષણમાં મોટા વયસ્કોમાં પણ તે કારગર રહી અને કોઈ પણ પ્રકારની ગંભીર સુરક્ષાની ચિંતા જોવા મળી નહી. હવે કંપનીએ આ કંપનીએ આ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગની મંજુરી માંગી છે. કંપની પ્રમાણે ટ્રાયલમાં સામેલ થનારા170 વોલિન્ટિયર્સમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું. તેમાંથી 162ને પ્લેસીબો કે પ્લેન સેલીન શોટ આપવામાં આવ્યા જ્યારે બાકીના 8ને વાસ્તવિક વેક્સિન મળી હતી. કંપનીએ જણાવ્યું કે, પરિણામ 95% અસરકારક રહ્યું.
જ્યાં એક બાજુ ફાઈઝર કંપનીના દાવાની આશા જન્મી છે પરંતુ તેના સ્ટોરેજને લઈને પણ પડકાર છે. ભારત સરકારે મંગળવારે જણાવ્યું કે, ફાઈઝર કંપનીની કોરોના વેક્સિનને શૂન્યથી 70 ડીગ્રી સેલ્સિયસ નીચેના તાપમાન પર સ્ટોરેજ એક મોટો પડકાર છે.