1 ઓક્ટોબરે કોરોના સંક્રમિત થયા હતા, મોદીએ કહ્યું- કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે હંમેશા યાદ કરાશે
November 25, 2020

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારથી તેઓ કોરોના વાFરસ સામે લડત આપી રહ્યા હતા, પરંતુ આજે સવારે 3.30 વાગ્યે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મૂળ ભરૂચના રહેવાસી હતા.
અહેમદ પટેલના પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને આ સમાચાર આપ્યા હતા. ફૈઝલે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે ગુજરાતથી રાજ્યસભા સાંસદ પટેલે બુધવારે સવારે 3.30 વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમણે લખ્યું, ‘અત્યંત દુઃખ સાથે હું જણાવવા માગું છું કે મારા પિતા અહેમદ પટેલનું બુધવારે મોડી રાતે 3.30 વાગ્યે નિધન થયું છે. લગભગ એક મહિના પહેલાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેમનાં શરીરનાં અનેક અંગો કામ કરતાં બંધ થઈ ગયાં હતાં, એ પછી તેમનું નિધન થયું છે. અલ્લાહ તેમને જન્નત ફરમાવે. તેમણે પોતાના તમામ શુભચિંતકોને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની અપીલ કરી હતી અને દર વખતે સોશિયલ ડિસ્ટન્સ રાખવા કહ્યું હતું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોવિડ-19ના ઈન્ફેક્શનથી પીડિત હતા. ઓક્ટોબરમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સતત સારવાર હેઠળ હતા. બુધવારે વહેલી સવારે 3.30 વાગ્યે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરને કારણે તેમનું નિધન થયું હતું. તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અહેમદ પટેલ કોંગ્રેસના ટ્રેઝરર રહી ચૂક્યા હતા અને તેઓ 1977થી 1989 ત્રણ ટર્મ માટે લોકસભા સાંસદ રહી ચૂક્યા હતા. જ્યારે ગુજરાતથી 1993થી તેઓ રાજ્યસભા સાંસદ રહ્યા હતા. તેઓ કોંગ્રેસ- પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ હતા.
Related Articles
એક વર્ષ સુધી કૃષિ કાયદા સ્થગિત કરવાના સરકારના પ્રસ્તાવને ખેડૂતોએ નકાર્યો
એક વર્ષ સુધી કૃષિ કાયદા સ્થગિત કરવાના સર...
Jan 21, 2021
ભારતે મોકલેલો કોરોના વેક્સિનનો જથ્થો ભૂટાન પહોંચ્યો, ભૂટાનના વડાપ્રધાન શેરિંગે જાતે સ્વાગત કર્યુ
ભારતે મોકલેલો કોરોના વેક્સિનનો જથ્થો ભૂટ...
Jan 20, 2021
સરકાર અને કિસાનો વચ્ચે બેઠક ફરી નિષ્ફળ, હવે આ દિવસે ફરી મીટિંગ
સરકાર અને કિસાનો વચ્ચે બેઠક ફરી નિષ્ફળ,...
Jan 20, 2021
કોરોના દેશમાં:4 મહીના પહેલા 10.17 લાખ એક્ટિવ કેસ હતા, હવે ફ્ક્ત 1.94 લાખ કેસ બચ્યા
કોરોના દેશમાં:4 મહીના પહેલા 10.17 લાખ એક...
Jan 20, 2021
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું-રેલી વિરુદ્ધ અરજી પાછી લો, પોલીસને નક્કી કરવા દો
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું-રેલી વિરુદ...
Jan 20, 2021
મોદીએ UPના 6.1 લાખ લોકો માટે રૂ. 2,691 કરોડ સહાયની જાહેરાત કરી
મોદીએ UPના 6.1 લાખ લોકો માટે રૂ. 2,691 ક...
Jan 20, 2021
Trending NEWS

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021
.jpg)
20 January, 2021

20 January, 2021