ઓન્ટેરિયોમાં બેકાબૂ બનતો કોરોના, નિષ્ણાંતોની સમિતિએ સરકારને અહેવાલ સોંપ્યો

April 05, 2021

  • તબીબોના સુચનોની નાગરિકો દ્વારા સતત અવગણના થતાં સ્થિતિ વણસી
  • લોકડાઉન બાદ સ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસમાં ભૂલ થઈ, આરોગ્ય ખાતાની ચિંતા વધી

ઓન્ટેરિયો : કોવિડ ૧૯ના નવા નોંધાઈ રહેલા કેસના આંકડાઓ દર્શાવે છે કે, ઓન્ટેરિયોમાં કોવિડ-૧૯ મહામારી હવે કાબુ બહાર જઈ રહી છેઓન્ટેરિયો સરકારની સલાહકાર સમિતિના વૈજ્ઞાનિકો તથા નિષ્ણાંતોએ આપેલી જાણકારી મુજબ ઓન્ટેરિયોમાં હવે કોવિડ-૧૯ મહામારીની સ્થિતિ હવે નિયંત્રણ બહાર જઈ રહી છે. નવો વેરીયન્ટસ જે રીતે ફેલાઈ રહ્યો છે અને રોજેરોજ વધતા જતા સંક્રમણના કેસો બીજા તબક્કાની સરખામણીમાં લગભગ ર૦ ટકા વધી રહ્યા છે. તે ચિંતાજનક બાબત છે. હાલમાં દર્દીઓના હોસ્પિટલાઈઝેશનનો આંક પણ ઉંચે જઈ રહ્યો છે.

બ્રિટીશ કોલંબિયાએ જયારે ત્રણ અઠવાડિયાનો સર્કીટબ્રેકર લોકડાઉન લગાડયું હતુ. જે પુરુ થયા બાદ તરત ઈનડોર ડાયનીંગ, લોકોના મેળાવડાઓ અને રૈસ્ટોરાં રાબેતા મુજબ શરૂ કરી દેવાયા હતા. એટલે હવે ઓન્ટેરિયો માટે બચવાનો કોઈ રસ્તો રહ્યો નથી. જો આવુંને આવુ ચાલતું રહેશે તો થોડા અઠવાડિયાઓ બાદ સ્થિતિ વધુ વિકટ બની શકે છે. હવે બચવાનો એક રસ્તો છે અને મોટાપાયે લોકડાઉન અને અન્ય જરૂરી પગલાઓ છે. જેમાં આવશ્યક સેવાઓના કર્મચારીઓને પગારી માંદગીની રજાઓ અને બિનજરૂરી પ્રવાસ સ્થાનિક ધોરણે પણ ટાળવાનો સમાવેશ થાય છે.

અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, એવી સ્પર્ધા છે જેમાં માત્ર વેકસીનેશનને આધારે જીત મળવાની નથી. જે વાત અશક્ય પણ છે. ઓન્ટેરિયોમાં બીજા તબક્કાના કોવિડ-૧૯ના સંક્રમણથી બચવા નવા વેરીયન્ટસના વધી રહેલા ૬૭ ટકા કેસો પર અંકુશ લાવવો જરૂરી છે. અગાઉ બી ૧૧૭ વેરીયન્ટ માત્ર યુકેમાં જોવા મળતો હતો. હવે એનો પ્રસાર પણ ઝડપથી વધી રહ્યો છે. જે વધુ ગંભીર અને વધુ મૃત્યુદર ધરાવનારો છે. મૃત્યુના પ્રમાણમાં પણ લગભગ પ૬ ટકા વધારો જોવા મળ્યો છેટોરોન્ટો સ્થિત જેરીયેટ્રીસીયન ડો. નાથન સ્ટોલે કહ્યું હતું કે, ઓન્ટેરિયો અગાઉની ભુલોનું પુનરાવર્તન વારંવાર કરે છે. જેનું ગંભીર પરિણામ આપણા ફ્રન્ટલાઈન વોરીયર્સ ભોગવી રહ્યા છે.