કોરોના દેશમાં :ત્રીજી લહેરમાં સતત 8માં દિવસે 1 લાખથી વધુ કેસ

January 13, 2022

નવી દિલ્હી : દેશમાં ગુરુવારે સતત 8માં દિવસે 1 લાખથી વધુ નવા કોરોનાના કેસ મળ્યા છે. ગુરુવારે સાંજે 7:30 વાગ્યા સુધીના રિપોર્ટ મુજબ, 1 લાખ 12 હજાર 967 કેસ મળ્યા છે. આ દરમિયાન 20,056 દર્દી સ્વસ્થ થયા છે, જ્યારે 183 લોકોના મોત નિપજ્યા છે. કુલ એક્ટિવ કેસ 11.09 લાખથી વધીને 12.05 લાખ થઈ ગયા છે.

આ પહેલાં બુધવારે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 7 મહિના પછી પહેલી વખત 11 લાખને પાર પહોંચ્યા હતા. બીજી લહેરના કેસ ઘટ્યા તે સમયે 9 જૂનનાં રોજ દેશમાં કુલ 11 લાખ 67 હજાર 952 એક્ટિવ કેસ નોંધાયા હતા.

દેશમાં બુધવારે રાત સુધીમાં 4 દિવસમાં જ કેસ 5 લાખથી વધીને 11 લાખ પહોંચી ગયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3.64 કરોડ લોકો સંક્રમણની ચપેટમાં આવી ગયા છે, જેમાં 3.47 કરોડ લોકો રિકવર થયા છે. અત્યાર સુધીમાં 4,85,218 લોકોના મોત નિપજ્યા છે.

મુંબઈમાં ગુરુવારે ફરી નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. ગુરુવારે 13,702 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે બુધવારે 16,420 નવા કેસ મળ્યા હતા. છેલ્લાં 24 કલાકમાં મેટ્રો સિટીમાં 20,849 લોકો ડિસ્ચાર્ઝ થયા છે અને 6 લોકોના મોત નિપજ્યા છે. કુલ એક્ટિવ કેસ ફરી 1 લાખથી નીચે આવી ગયા છે. હવે મુંબઈમાં 95,123 એક્ટિવ કેસ છે.

તો દિલ્હીમાં ગુરુવારે 28,867 ના કોરોનાના કેસ મળ્યા છે. છેલ્લાં 24 કલાકમાં 31 લોકોના મોત નિપજ્યા છે પરંતુ 22.121 દર્દી સ્વસ્થ થયા છે. રાજધાનીમાં હવે કુલ એક્ટિવ કેસ 94,160 થઈ ગયા છે, જ્યારે પોઝિટિવિટી રેટ 26%થી વધીને 29% પર પહોંચી ગયા છે. આ પહેલાં બુધવારે દિલ્હીમાં 27,561 નવા કેસ મળ્યા હતા.