કેનેડાના મોટા શહેરોમાં કોવિડ-૧૯ પહેલાથી જ મોટાપાયે હિજરત
January 24, 2021

- સ્ટેટેસ્ટીક્સ કેનેડાના અહેવાલમાં તારણો નીકળ્યા, ટોરોન્ટો મેટ્રોપોલિટનમાંથી પ૦૩૭પ લોકો ઓન્ટેરિયોના બીજા ભાગોમાં જઈને વસી ગયા
ઓન્ટેરિયો : કેનેડાના બે મોટા મહાનગર વિસ્તારોમાં સ્થાનિક લોકોની અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યામાં હિજરત જોવા મળી હોવાનું સ્ટેસ્ટીકસ કેનેડાના તાજેતરના આંકડાઓ પરથી જાણવા મળે છે. આ લોકો મોટા શહેરો છોડીને પરાઓ કે નજીકના નાના શહેરોમાં જતા રહ્યા છે. જુલાઈ ર૦૧૯થી જુલાઈ ર૦ર૦ દરમિયાન ટોરોન્ટો મેટ્રોપોલિટન વિસ્તારમાંથી પ૦૩૭પ લોકો ઓન્ટેરિયોના બીજા ભાગોમાં જઈને વસી ગયા છે. જયારે મોન્ટ્રીયલના ર૪૮૮૦ લોકોએ સ્થળાંતર કર્યું હોવાનું જાણવા મળે છે. આ લોકો કયુબેકના બીજા વિસ્તારોમાં ગયા હતા. જયારે વાનકુંવરથી બ્રિટીશ કોલંબિયાના અન્ય વિસ્તારોમાં જનારાઓની સંખ્યા ૧ર,૧૮૯ જેટલી છે. જે નોંધાયેલા સર્વાધિક આંકડાઓ છે. આ આંકડાઓ કોવિડ -૧૯ મહામારી આવવા પહેલાથી શરૂ થયેલી હિજરત દર્શાવે છે. આ મોટા શહેરોની વસ્તીનું સંતુલન એટલા માટે જળવાઈ રહ્યું છે કે, અહીં આવનારા ઈમિગ્રન્ટસનો પ્રવાહ સતત વધી રહ્યો છે. વાનકુંવરમાં થયેલા વસતી વધારાના ૧.૧ ટકા હિસ્સો ન્યુ વેસ્ટમિનીસ્ટર પરાની વસ્તીનો છે. જે અંદાજે ર.૮ ટકા જેટલો છે.
જયારે મોન્ટ્રીયલના વધારામાં ૦.૭ ટકા હિસ્સો નજીકના મિરાબેલ વિસ્તારને આભારી છે. જેનો વૃદ્ધિદર લગભગ ૩.૬ ટકા જેટલો છે. મહામારીને કારણે હિજરતમાં વધારો થયો એ વાત પણ એટલી જ સાચી છે. ટોરોન્ટોની રેયરસન યુનિવર્સીટીના સેન્ટર ફોર અર્બન રીસર્ચ એન્ડ લેન્ડ ડેવલપમેન્ટના અર્બન એન્ડ રીયલ એસ્ટેટ ઈકોનોમિસ્ટ ફ્રાંક કલેસ્ટોન કહે છે કે, મોટા શહેરોમાંથી હિજરત વધી એ સાચુ જ છે. પણ એની શરૂઆત મહામારીથી પહેલા જ થઈ ગઈ હતી. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ટોરોન્ટોમાંથી લોકો કોઈને કોઈ કારણસર બહાર જતા હોય, એવું તો ઘણાં સમયથી ચાલતું હતું. પરંતુ મહામારી આવ્યા બાદ એમાં વધારો થયો હતો. લોકોની માનસિકતામાં ફેરફાર થવાને કારણે પણ આવું બને છે. જેેમાં પણ લોક ડાઉનને પગલે વર્ક ફ્રોમ હોમનો અભિગમ અમલી બન્યો ત્યારથી જ સેટેલાઈટ ઓફિસનો કન્સેપ્ટ પણ પ્રચલિત બન્યો છે. જેને કારણે ડાઉન ટાઉનના રીયલ એસ્ટેટ સેકટરમાં ભાવોમાં ઉછાળો જોવા મળ્યો છે. કેનેડાના ડાઉનટાઉન વિસ્તારોની ઓફિસો ખાલી પડી છે. જે છેલ્લા ૧૬ વર્ષના સૌથી ટોચના સ્તરે છે. હવે ડેવલપર્સ મોટા એપાર્ટમેન્ટ યુનિટસ અને ટાઉન હાઉસ બનાવવા તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે એમ પણ તેમણે કહ્યું હતું.
Related Articles
કેનેડા:બ્રેમ્પ્ટનમાં ઈન્ડો-કેનેડિયન કમ્યુનિટીએ કાર રેલી યોજી, ભારત-કેનેડાના મજબૂત થઈ રહેલા સંબંધોના પગલે ઉજવણી કરાઈ
કેનેડા:બ્રેમ્પ્ટનમાં ઈન્ડો-કેનેડિયન કમ્ય...
Mar 02, 2021
17 વર્ષ અગાઉ કેનેડાથી ભારત આવેલા પૌત્રને રૂમમાં બંધ કરીને રાખ્યો છે, કહ્યું- હવે તેને માતા-પિતા પાસે મોકલી આપો
17 વર્ષ અગાઉ કેનેડાથી ભારત આવેલા પૌત્રને...
Mar 02, 2021
કેનેડાના પીએમ ટ્રુડો ઉઈગુર મુસ્લિમોના નરસંહાર પર વોટિંગમાં ગેરહાજર
કેનેડાના પીએમ ટ્રુડો ઉઈગુર મુસ્લિમોના નર...
Feb 23, 2021
કેનેડાથી ગાંધીનગર આવેલા દંપતીની ત્રણ વર્ષ જૂના ગુનામાં ધરપકડ, 2018માં પુત્રવધૂએ દહેજ પ્રતિબંધક ધારાહેઠળ ફરિયાદ નોંધાવી હતી
કેનેડાથી ગાંધીનગર આવેલા દંપતીની ત્રણ વર્...
Feb 20, 2021
કિસાન આંદોલનના મુદ્દા પર જસ્ટિન ટ્રૂડોએ ભારતની કરી પ્રશંસા
કિસાન આંદોલનના મુદ્દા પર જસ્ટિન ટ્રૂડોએ...
Feb 12, 2021
કેનેડિયન PM જસ્ટિન ટ્રુડોએ આખરે મોદીને ફોન કરીને વેક્સિન માગી
કેનેડિયન PM જસ્ટિન ટ્રુડોએ આખરે મોદીને ફ...
Feb 11, 2021
Trending NEWS
.jpg)
03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021