DCએ 21 રનથી SRHને હરાવ્યું:ખલીલ અહેમદે 3 વિકેટ લીધી

May 06, 2022

IPL 2022ની 50મી મેચમાં દિલ્હી કેપિટલ્સે 21 રનથી સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. SRH પાસે 208 રનનો વિશાળ લક્ષ્યાંક હતો, જેના જવાબમાં ટીમે 186/8 રન કર્યા અને મેચ હારી ગઈ છે. આ દરમિયાન SRHના નિકોલસ પૂરને સૌથી વધુ 62 રન કર્યા હતા જ્યારે દિલ્હીના ખલીલ અહેમદે 3 વિકેટ લીધી હતી. આની સાથે જ હૈદરાબાદ સતત આ ત્રીજી મેચ હારી ગયું છે.