ઓડિશામાં 5 જીલ્લા અને 8 શહેરમાં લોકડાઉનની ઘોષણા

March 21, 2020

ભુવનેશ્વર  
ભારતમાં કોરોના વાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે, દેશમાં કોરોના વાયરસ (COVID-19)નાં દર્દીઓની સંખ્યા વધીને 298 થઇ છે, માત્ર 24 કલાકમાં જ 98 નવા કેસ નોંધાયા છે. 

તેને જોતા તમામ રાજ્યોમાં એલર્ટ જાહેર કરાઇ છે, ઓડિશાનાં મુખ્ય પ્રધાન નવીન પટનાયકે 22 માર્ચ સુંધી ખુરદા, ગંજમ, કટક, અંગુલ, અને કેન્દ્રપાડાને સંપુર્ણ રીતે લોક ડાઉન કરવાનાં આદેશ આપ્યા છે, તેની સાથે જ 8 શહેરોને પણ લોકડાઉન જાહેર કર્યા છે.

પટનાયકે કહ્યું કે અમારા ત્યાં 3200 લોકો હાલમાં વિદેશથી પાછા ફર્યા છે, તે લોકોને તેમના ઘરોમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.

વિદેશથી પરત ફરેલા લોકોમાં ખુર્ધા, કટક, ગંજમ,કેન્દ્રપાડા, અને અંજુલ અને પુરી,રાઉલકેલા,સંબલપુર,બાલાસોર, જશપુર રોડ, જશપુર શહેર, અને ભદ્રક શહેરનાં લોકોનો સમાવેશ થાય છે.  ઓડિશામાં કોરોના વાયરસનો  બીજો કેસ સામે આવ્યો છે,કોવિડ-19થી પ્રભાવિત દેશોમાંથી એક ઇટાલીથી પરત ફરેલી એક વ્યક્તિ ચેપગ્રસ્ત બની છે,રાજ્યમાં 14 કેસ નોંધાયા છે, જેમાંથી એક કેસ પોઝીટીવ આવ્યો છે, ઓડિશામાં આ બીજો કેસ બહાર આવ્યો છે.