દીપિકા પાદુકોણના માતા-પિતા-બહેન પોઝિટિવ, પપ્પા પ્રકાશ પાદુકોણ બેંગલુરુની હોસ્પિટલમાં એડમિટ

May 04, 2021

બેંગલુરુ : લિજેન્ડરી ઈન્ડિયન બેડમિન્ટન પ્લેયર તથા બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ કોવિડ 19 પોઝિટિવ છે. હાલમાં તેઓ બેંગલુરુની હોસ્પિટલમાં એડમિટ છે. તેમની તબિયત સુધારા પર છે.

65 વર્ષીય પ્રકાશ પાદુકોણને આ અઠવાડિયે હોસ્પિટલમાંથી રજા મળી જાય તેવી શક્યતા છે. પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન એકેડેમીના ડિરેક્ટર વિમલ કુમારે કહ્યું હતું, 'લગભગ 10 દિવસ પહેલાં પ્રકાશ પાદુકોણ, તેમના પત્ની (ઉજ્જાલા), તેમની બીજા નંબરની દીકરી (અનિષા)માં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. ત્રણેયે ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો હતો.'

વધુમાં વિમલ કુમારે કહ્યું હતું, 'ત્રણેય બેંગલુરુ સ્થિત ઘરમાં આઈસોલેટ થયા હતા. જોકે, પ્રકાશ પાદુકોણને તાવ મટતો જ નહોતો. શનિવાર, 1 મેના રોજ તેમને બેંગલુરુની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયત સુધારા પર છે.'