મુંબઈના ચાર તબીબોના રિપોર્ટ પોઝિટીવ આવતા ડૉકટરો ચિંતામાં મુકાયા

March 30, 2020

મુંબઈ  : શહેરમાં જેમના નોવેલ કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે એવા ૧૦૮ દર્દીઓમાંથી  ચાર ડૉકટર છે એમને પોતાની ફરજ બજાવતી  વખતે કોરોનાનું ઈન્ફેકશન  લાગ્યું હતું. મૃત્યુ પામેલા ચાર દર્દીઓમાં ૮૫ વર્ષના એક નિવૃત્ત  યુરોલોજિસ્ટનો  પણ સમાવેશ હતો.

અત્રે નોંધવું જોઈએ કે આવી મહામારીમાં  તબીબી સાથે સંકળાયેલા  લોકો પર સૌથી મોટું જોખમ હોય છે.  છેલ્લા થોડા મહિનામાં ચીન અને  ઈટાલીના અનેક ડોકટરોએ કોરોનામાં પોતાના જીવ ગુમાવ્યા છે. એટલે સ્વાભાવિક પણ મુંબઈની ડૉકટરો  ચિંતામાં ડૂબી ગયા છે.

અમારા પૈકીના ઘણા ડૉકટરો સરકારને મદદ કરવા તત્પર છે પરંતુ  પ્રાઈવેટ ડૉકટરોનો પ્બલિક હેલ્થ સિસ્ટમમાં ઉપયોગ કરવાની એક પદ્ધતિસરની રીત હોવી જોઈએ, એમ કલશના ડૉ.જિજ્ઞોશ ઠક્કરે  જણાવ્યું હતું.

 તમામ સરકારી ડૉકટરોની રજા રદ કરી દેવાઈ છે  અને ખાનગી  ડૉકટરોએ  પણ સેવા કાર્યમાં જોડાવાની તૈયારી બતાવી છે. બીએમસીએ મદદ માટે અપીલ કરી એના ૨૪ કલાકમાં  જ ૭૫ પ્રાઈવેટ  ડૉંકટરોએ પોઝિટીવ પ્રતિસાદ આપ્યો હતો. બીએમસીએ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ) પાસે બીજા  ૧૫૦ ડૉકટરોનું   લિસ્ટ મંગાવ્યું છે.

સેવા કાર્યમાં જોડાવા માગતા એક ડૉકટર દ્વિધામાં છે.  જેનો ઉપયોગ માત્ર દર્દીઓની સારવાર કરતા મેડીકલ સ્ટાફે  કરવો જોઈએ એવા તમામ માસ્ક અને સેનિટાઈઝર્સ આમ આદમીઓએ ખરીદી લીધા છે. એટલે ડૉકટરો માટે પ્રોટેકટીસ ઈક્વિપમેન્ટ જેવું કાંઈ બચ્યું નથી. એવી વ્યથા એમણે ઠાલવી હતી.