શું ગરમીમાં તમારી સ્કીન ઓઈલી થઈ જાય છે? અપનાવો આ ઘરેલી ફેસ વાઈપ્સ અને ફેસ ઓઈલ
June 07, 2022

ગરમીમાં ઓઈલી સ્કીનની સમસ્યા ધરાવતા લોકોને માટે મુશ્કેલીઓ વધી જતી હોય છે. આ સમયે તમે કેટલાક અસરકારક ઘરેલૂ નુસખા અપનાવીને ઓઈલ ફ્રી ફેસ મેળવી શકો છો. ખાસ કરીને પુરુષોમાં પણ આ સમસ્યા રહે છે. આ સમયે મોંઘી પ્રોડક્ટ્સને બદલે સરળ ઉપાયો મદદ કરી શકશે. ગરમીમાં ઓઈલી સ્કીનના લોકોને ખીલ, ફોલ્લીઓ, બ્લેકહેડ્સ, ડાઘ, ઘબ્બા, સ્કીન સાથેની સમસ્યાઓ રહે છે. બજારની ક્રીમ કે અન્ય ફેસવોશ તેના માટે અસરકારક રહેતા હોતા નથી.
મૈટિફાઈંગ મોઈશ્ચરાઈઝર લગાવો
ખાસ કરીને નોર્મલ મોઈશ્ચરાઈઝર લગાવવાથી સ્કીન પર ઓઈલ વધે છે. પણ મૈટિફાઈંગ મોઈશ્ચરાઈઝર એક જેલ બેસ્ડ મોઈશ્ચરાઈઝર છે જે સ્કીનની સોફ્ટનેસ કાયમ રાખે છે. આ સમયે તેના ઉપયોગથી પરસેવો ઓછો થાય છે અને સ્કીનનું ઓઈલ ઘટવા લાગે છે.
ફેસ ઓઈલ રહેશે મદદગાર
ફેસ ઓઈલ ચહેરા પર લગાવવાથી તે ઓઈલને બેલેન્સ કરે છે. રોજ હિપ અને સી બકથોર્ન ઓઈલ જેવા એસેન્શિયલ ઓઈલ ફેસ ઓઈલને ઘટાડવામાં મદદ કરે છે.
ટોનર લગાવવાનું ભૂલશો નહીં
ટોનર લાંબા સમય સુધી સ્કીન ઓઈલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ટોનરનો ઉપયોગ કરતા પહેલા સ્કીન ટાઈપનું ધ્યાન રાખો. ઉલ્લેખનીય છે કે જ્યાં આલ્કોહોલ બેસ્ડ ટોનર સ્કીનને સૂકી બનાવે છે તો વિચ હેઝલ ટોનર સ્કીનના ભેજને કાયમ રાખે છે અને ઓઈલનું લેવલ ઘટાડે છે.
ફેસ વાઈપ્સનો કરો ઉપયોગ
ગરમીના દિવસમાં પરસેવો ચહેરા પરના એકસ્ટ્રા ઓઈલનું સૌથી મોટું કારણ બને છે. આ માટે ફેસ વાઈપ્સ હંમેશા તેમની પાસે રાખો અને તેનાથી સમયાંતરે ફેસને સાફ કરો. ફેસ વાઈપ્સ યૂઝ કરવાથી પરસેવો, ઓઈલ અને ડર્ટ પાર્ટિકલ્સ ફેસ પર આવતા નથી.
મડ માસ્ક રહેશે ફાયદારૂપ
મડ માસ્કનો પ્રયોગ ઓઈલી સ્કીન માટે ફાયદારૂપ હોય છે. અઠવાડિયામાં એક વાર મડ માસ્ક લગાવવાથી ચહેરો સાફ અને ઓઈલ ફ્રી રહે છે. આ માટે તમે સિલિકા મડ માસ્ક ખરીદી શકો છો.
વધારે પ્રમાણમાં ફેસ વોશ કરવાનું ટાળો
જો સ્કીનને કોઈ વસ્તુની જરૂર રહે છે તો તે કોઈ ને કોઈ રીતે ખ્યાલ આવી જાય છે. એવામાં જરૂરી છે કે તમે જરૂર કરતા વધારે ફેસ વોશનો ઉપયોગ કરવાનું ટાળો. આ સિવાય વારેઘડી ફેસ વોશ કરવાની આદત પણ નુકસાન કરી શકે છે. આમ કરવાથી ફેસ ડ્રાય થઈ જાય છે અને એક્સેસ ઓઈલનું પ્રોડક્શન થવા લાગે છે. એવામાં ચહેરો ભેજ ખોવવા લાગે છે અને સ્કીન ઓઈલી થઈ જાય છે.
Related Articles
મા અંબાની આરાધનાનો અવસર એટલે ચૈત્રી નવરાત્રિ
મા અંબાની આરાધનાનો અવસર એટલે ચૈત્રી નવરા...
Mar 19, 2023
Apple iPhone 14 યલો વેરિયેન્ટ કલરમાં થયો લોન્ચ
Apple iPhone 14 યલો વેરિયેન્ટ કલરમાં થયો...
Mar 11, 2023
ખરાબ કોલેસ્ટ્રોલને ભગાડે છે બીટ, બ્રેકફાસ્ટમાં બનાવો હેલ્ધી ટિક્કી
ખરાબ કોલેસ્ટ્રોલને ભગાડે છે બીટ, બ્રેકફા...
Jan 31, 2023
નારિયેળ તેલથી બનાવો નેચરલ કંડીનશનર, થશે અનેક ફાયદા
નારિયેળ તેલથી બનાવો નેચરલ કંડીનશનર, થશે...
Jan 23, 2023
Trending NEWS

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

24 March, 2023

24 March, 2023

24 March, 2023