ચૂંટણીપંચનો ભાજપના નેતા કપિલ મિશ્રાની ટ્વીટ ડિલિટ કરવાનો ટ્વીટરને આદેશ

January 25, 2020

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીમાંથી  ભાજપમાં આવેલા નેતા કપિલ મિશ્રાએ ભાજપ અને આપ વચ્ચેની લડાઈને ટ્વીટરમાં ભારત-પાકિસ્તાન સાથે સરખાવી હતી. તે પછી ભારે વિવાદ ખડો થયો હતો. આમ આદમી પાર્ટીની સરકારમાં મંત્રી રહી ચૂકેલાકપિલ મિશ્રા વિધાનસભાની ચૂંટણી પહેલાં પક્ષ બદલીને ભાજપમાં આવી ગયા હતા. ભાજપે કપિલને વિધાનસભાની બેઠકમાંથી ઉમેદવાર બનાવ્યા છે.

આ કપિલ મિશ્રાએ આગામી ૮મી ફેબુ્રઆરીએ થનારી ચૂંટણીને ભારત-પાકિસ્તાન વચ્ચેનો જંગ ગણાવ્યો હતો. એક ટ્વીટ કરીને તેણે ભાજપ-આપની સરખામણી ભારત-પાકિસ્તાને કરી તે પછી ભારે હોબાળો શરૂ થયો હતો. કપિલે શાહીન બાગ જેવા વિસ્તારમાં મીની પાકિસ્તાન સર્જાઈ રહ્યું હોવાની વિવાદાસ્પદ ટીપ્પણી પણ કરી હતી.