અમદાવાદમાં આતંકી હુમલાની દહેશત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

February 02, 2020

અમદાવાદમાં ફરી એકવાર આતંકી હુમલાની દહેશન અમદાવાદ પોલીસ કમિશનરે વ્યક્ત કરી છે. અમદાવાદ પોલીસ કમિશનરે અમદાવાદમાં આતંકી હુમલાની દહેશતના પગલે તમામ શોપિંગ મોલની સુરક્ષા વધારવા માટે આદેશ આપ્યા છે. મહારાષ્ટ્રમાં પોલીસના વાહનો ઉપર એલ.ઇ.ડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો તેમજ સાયબર મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ ઉપર ચેનલ અલ-હિન્દ, જૈશ-એ-મહમદ જેવાં સંગઠનો દ્વારા શાંતિ ડહોળવાનો ધમકી ભર્યો ઇ-મેલ ગુપ્તચર એજન્સીઓને મળ્યો હતો. જે બાદ અમદાવાદ પોલીસ કમિશનરે એલર્ટ રહેવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું.


અમદાવાદ શેહર પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જાહેરનામુ બહાર પાડતાં જણાવ્યું છે કે, મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના પોલીસ વાહન પર એલ.ઇ.ડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટેલિગ્રામ ચેનલ અલ-હિન્દ, જૈશ-એ-મહમદ જેવાં સંગઠનો દ્વારા આંતરિક શાંતિને ડહોળવાનો ધમકી ભર્યો ઈ-મેઇલ ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળ્યો છે. જેથી અમદાવાદ શહેર વસ્તીની દ્રષ્ટિએ મોટું અને આર્થિક રીતે મહત્વનું શહેર હોવાથી શહેરમાં ઇન્ટરનેશલ અને નેશનલ અલગ-અલગ બ્રાન્ડનાં શોપિંગ મોલ આવેલાં છે. શોપિંગ મોલ પ્રવેશતાં તમામ વાહનો ઊંડાણપૂર્વક ચેકિંગ કરવું અને મોલમાં પ્રવેશતાં તમામ વ્યકિઓનાં સામાન, હેન્ડ બેગ વગેરે સ્કેનર મશીનોનો ઉપયોગ કરવો તેમજ વાહનનું પણ ચેકિંગ કરવું તથા ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસને એલર્ટ રહેવા આદેશો આપવામાં આવ્યા છે. આ જાહેરનામું તા. 31 માર્ચ સુધી અમલી રહેશે.

અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું કે, આ જાહેરનામું 31 માર્ચ સુધી અમલી રહેશે. જો કોઇ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામું બહાર પાડીને જણાવાયું છે કે, જાહેર સ્થળો કે જાહેર જનતાની અવર-જવર વધુ રહેતી હોય તેવી જગ્યાઓ જેવી કે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે જેવા સ્થળોએ સાઇકલ, મોટર સાઇકલ કે ફોર વ્હીલરમાં બોમ્બ જેવી વિસ્ફોટક સામગ્રી ફીટ કરીને બ્લાસ્ટ દ્વારા ભયાવહ કૃત્યને અંજામ આપવામાં આવી શકે છે. અમદાવાદ શહેરમાં આવેલ પર્યટન સ્થળો, હેરીટેજ સ્થળો, સરકારી કચેરીઓ વગેરે જેવા સ્થળોએ આ પ્રકારના વિસ્ફોટકો દ્વારા હુમલો થઇ શકે છે.