FIFA વર્લ્ડ કપ 2022:કેનેડાએ ક્વોલિફાયર્સમાં જમૈકાને 4-0થી હરાવ્યું, 36 વર્ષ પછી બીજી વાર WC રમશે

March 28, 2022

નેડિયન ફુટબોલ ટીમે વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં જમૈકાને એકતકી મેચમાં 4-0થી હરાવ્યું છે. આ જીતની સાથે જ કેનેડા 36 વર્ષ પછી ફિફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરી લીધું છે. તેવામાં આ બીજી વાર હશે જ્યારે કેનેડિયન
ટીમ ફુટબોલ વર્લ્ડ કપમાં ભાગ લેશે, આની પહેલા તે 1986માં ક્વોલિફાય થઈ હતી.

કેનાડા ગત સપ્તાહે કોસ્ટારિકા સામે 1-0થી હારી ગઈ હતી. આ તેની વર્લ્ડ કપ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સતત છઠ્ઠી જીત પછી પહેલી હાર હતી. પરંતુ સોમવારે તે ફરીથી વિનિંગ ટ્રેક પર આવી ગઈ અને ફુટબોલ વર્લ્ડ કપમાં
જગ્યા પાક્કી કરી લીધી છે.

ક્વોલિફાઈંગ મેચમાં કેનેડાનો દબદબો

કેનેડિયન ટીમે જમૈકા વિરૂદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું છે.
કેનેડાએ હાફટાઈમમાં 2-0ની લીડ લઈ લીધી હતી.
બીજા હાફમાં પણ કેનેડાએ 82મી અને 88મી મિનિટે ગોલ કરી એકતરફી મેચને જીતી લીધી છે.