સતત આઠમાં દિવસે 24 કલાકમાં 50 હજારથી વધુ કેસ, રિકવર દર્દીઓનો આંકડો 13 લાખને પાર

August 06, 2020

નવી દિલ્હી :  દેશમાં સંક્રમિતોનો આંકડો 19 લાખ 63 હજાર 239એ પહોંચી ગયો છે. 24 કલાકમાં 56 હજાર 626 નવા કેસ મળ્યા છે. આ સતત આઠમો દિવસ છે જ્યારે 24 કલાકની અંદર 50 હજારથી વધુ કેસ આવ્યા છે. 29 જુલાઈથી સતત દેશમાં એક દિવસની અંદર 50 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જો કે, રાહતના સમાચાર તો એ છે કે, સંક્રમણથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે.

દેશમાં અત્યાર સુધી 13 લાખ 27 હજાર 200 લોકો સાજા થઈ ચુક્યા છે. 24 કલાકમાં રિકવરી રેટ 2%ના વધારા સાથે 67% પર પહોંચી ગયો છે. મૃત્યુદરમાં 1%નો ઘટાડો નોંધાયો છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મૃત્યુદર 2.10% જણાવ્યો હતો જે હવે 2.09% થઈ ગયો છે.

મધ્યપ્રદેશઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 652 નવા કેસ સામે આવ્યા અને 17 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 35,734 થઈ ગઈ છે. જેમાં 26,064 લોકો સાજા થઈ ચુક્યા છે જ્યારે 929 દર્દીઓના મોત થયા છે.

રાજસ્થાનઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1166 કેસ સામે આવ્યા છે. જેમાં જોધપુરમાં 192, જયપુરમાં 141, અલવરમાં 112, કોટામાં 105, અજમેરમાં 64, ઝાલાવાડમાં 65, પાલીમાં 55, ધૌલપુરમાં 54, બીકાનેરમાં 54, જાલૌરમાં 49, ઉદેયપુરમાં 39, નાગૌરમાં 37, બાડમેરમાં 36, રાજસમંદમાં 32, સવાઈ માધોપુરમાં 26, સીકરમાં 21, ડૂંગરપુરમાં 19 કેસ સામે આવ્યા હતા. ત્યારપછી કુલ સંક્રમિતોનો આંકડો 47,703એ પહોંચી ગયો છે. સાથે જ 13 લોકોના મોત પણ થયા છે.

બિહારઃ બિહારમાં છેલ્લા 24 કલાકમાં 51924 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. આવું પહેલી વખત બન્યું છે જ્યારે એક દિવસમાં 50 હજારથી વધુ શંકાસ્પદોના સેમ્પલ લેવાયા હોય. તપાસમાં કોરોનાના 2701 નવા દર્દી મળ્યા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 64,732 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 10,309 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દર્દીઓની સંખ્યા વધીને 4,68,265 થઈ ગઈ છે. સંક્રમણથી 334 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 16,476 લોકોના મોત થયા છે. બુધવારે 6,165 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 3,05,521 લોકો સાજા થઈ ચુક્યા છે. 1,45,961 લોકોની હાલ સારવાર ચાલી રહી છે.