પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડેને ક્લીન ચિટ, 'જન્મજાત મુસ્લિમ નથી'

August 13, 2022

આર્યન ખાન ડ્રગ્સ કેસ બાદ ચર્ચામાં આવેલા એનસીબીના પૂર્વ અધિકારી સમીર વાનખેડેને જાતિ અંગેની તપાસ કરતી સમિતિએ ક્લીન ચિટ આપી છે. મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી નવાબ મલિક શાહરૂખ ખાનના દીકરાને જેલમાં મોકલનારા વાનખેડે પર સતત આરોપો લગાવી રહ્યા હતા. સમીર વાનખેડેએ જાતિના નકલી પ્રમાણપત્રના આધારે નોકરી મેળવી હોવાના આરોપો લગાવાઈ રહ્યા હતા. જોકે આખરે સમીર વાનખેડેને તે મામલે રાહત મળી છે.  

ક્લીન ચિટના આદેશમાં લખ્યું છે કે, વાનખેડે જન્મજાત મુસ્લિમ નહોતા. ઉપરાંત એમ પણ સાબિત નથી થતું કે, વાનખેડે તથા તેમના પિતાએ ઈસ્લામ ધર્મ અપનાવી લીધો. જોકે તેઓ મહાર-37 અનુસૂચિત જાતિના હોવાનું સાબિત થાય છે.