ગુજરાત ભાજપના નવા માળખાની રચના, નવા ચહેરોઓને તક આપી

January 12, 2021

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપના પ્રદેશના નવા માળખાની રચના કરી તેમાં 7 ઉપપ્રમુખ, 8 મહામંત્રી અને 13 મંત્રીઓ સાથે પ્રદેશ માળખુ જાહેર કર્યુ હતું.
ગુજરાત પ્રદેશ પ્રમુખે ભાજપના પ્રદેશના નવા માળખાની રચના કરી તેમાં 7 ઉપપ્રમુખ, 8 મહામંત્રી અને 13 મંત્રીઓ સાથે પ્રદેશ માળખુ જાહેર કર્યુ હતું. પાટીલે ભાજપ સંગઠનમાં વર્ષોથી જામી પડેલા નેતાઓને રવાના કરીને નવા ચહેરોઓને તક આપી છે. જેમા તેઓએ ગુજરાતાં નવા બે ઉપપ્રમુખને સામેલ કર્યા છે.
પ્રદેશ ભાજપની ટીમમાં ભરત બોઘરા અને મહેન્દ્ર પટેલ ઉપપ્રમુખ તરીકે સામેલ થયા છે. ત્યાં જ જયશ્રીબેન દેસાઈ પ્રદેશ મહામંત્રી બનાવાયા છે. યમલ વ્યાસ પ્રદેશના મુખ્ય પ્રવક્તા જાહેર કરાયા છે. યજ્ઞેશ દવેને પ્રદેશ મીડિયા પ્રભારી બનાવાયા છે.
આ સાથે જ કિશોર મકવાણા પ્રદેશ સહ મીડિયા પ્રભારી બનાવાયા છે. નિખીલ પટેલને પ્રદેશ કન્વીનર આઇ.ટી સેલ બનાવાયા છે. સિદ્ધાર્થ પટેલ પ્રદેશ કન્વીનર સોશિયલ મીડિયા બનાવાયા છે. મનન દાણીને પ્રદેશ સહ કન્વીનર સોશિયલ મીડિયા બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, ગત ત્રણ દિવસ પહેલા 7 જાન્યુઆરીએ ભાજપ દ્વારા માળખાનાં પ્રથમ તબક્કાનાં નામ જાહેર થયા હતા. જેમાં અનેક નવા ચહેરાઓને સ્થાન અપાયું હત