ગુજરાતી દાળ

June 14, 2022

સામગ્રી

 • 1 કપ તુવેરની દાળ (બાફેલી)
 • 2 ટી સ્પૂન આદુ
 • 2 ટી સ્પૂન લીલા મરચા
 • 1 ટેબલ સ્પૂન ગોળ
 • 3-4 ટુકડા કોકમ
 • 1 ટેબલ સ્પૂન કોથમીર઼
 • 3-4 ટેબલ સ્પૂન મગફળી
 • 2 બાફેલા બટાકા
 • મીઠું સ્વાદ અનુસાર

વઘાર માટે

 • 1 ટેબલ સ્પૂન ઘી
 • 2 નંગ તમાલપત્ર
 • 3-5 નંગ લાલ સૂકા મરચા
 • 1 ટી સ્પૂન જીરું
 • 1 ટી સ્પૂન રાઈ
 • 1 નંગ તજ
 • 3-4 લવિંગ
 • 1/2 ટી સ્પૂન મેથીના દાણા
 • 2 ટી સ્પૂન કસૂરી મેથી
 • 3-4 લીમડાના પાન
 • 1 ટામેટું સુધારેલું
 • 1/2 ટી સ્પૂન ખાંડ
 • સ્વાદ અનુસાર મીઠું
 • 1 ટી સ્પૂન હળદર
 • 1/2 ટી સ્પૂન ધાણાજીરું

બનાવવાની રીત 
સૌ પહેલા એક કઢાઈ લો અને તેમાં બાફેલી તુવેરની દાળ અને પાણી મિક્સ કરો. હવે તેમાં આદુ, મરચા, ગોળ, કોકમ, કોથમીર, મગફળીના દાણા, મીઠું મિક્સ કરો અને તેને ઢાંકી દો. દાળ થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો. એક પેન લો અને તેમાં ઘી, તમાલપત્ર, મરચા, જીરું, રાઈ, તજ, લવિંગ, મેથી દાણા, કસૂરી મેથી અને લીમડો મિક્સ કરો. આ પછી તેમાં ટામેટા, મીઠું, ખાંડ, હળદર અને ધાણાજીરું મિક્સ કરો. ટામેટાને મુલાયમ થાય ત્યાં સુધી ચઢાવો. આ પછી તેમાં ઉકાળેલી દાળ મિક્સ કરો અને સાથે 2-3 મિનિટ માટે ચઢવા દો. હવે તેની પર કોથમીર ઉમેરો અને ગાર્નિશ કરો. ગરમાગરમ દાળને સર્વ કરો.