આજથી ગુજરાતમાં જિમ-યોગા ક્લાસિસ ખુલતા લોકો પહોંચ્યા : ગાઈડલાઈનનું ફરજિયાત પાલન કરવું પડશે
August 05, 2020

રાજકોટ : કોરોના કાળ વચ્ચે આજથી રાજ્યમાં અનલોક 3ની ગાઈડલાઈનનો અમલ શરૂ થવા જઈ રહ્યો છે, એટલે કે અનલોક 3ના બીજા ફેઝમાં આજથી જીમ અને યોગા ક્લાસીસ શરૂ થવા જઈ રહ્યા છે. ત્યારે સરકારે તેની નવી ગાઈડલાઈન બહાર પાડી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, શહેરના કન્ટેઈન્મેન્ટ ઝોનમાં જીમ કે યોગા ઈન્સ્ટિટ્યૂટ ખોલવામાં નહીં આવે. એટલે કે જે વિસ્તાર કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા નથી ત્યાં જ જીમ અને યોગા ક્લાસીસ ખોલી શકાશે.
અનલોક૩ ની ગાઈડલાઈનનો અમલ શરૂ થતા શહેરમાં આજથી જીમ અને યોગા ક્લાસીસ શરૂ થયા છે. લાંબા સમય બાદ આજે લોકો વહેલી સવારે જીમમાં કસરત કરવા પહોંચ્યા છે. પરંતુ જીમમાં પણ કોરોના ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરવો પડશે, નહીં તો ફરીથી બંધ થઈ શકે છે. જીમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને જીમમાં આવનાર તમામ લોકોને સેનીટાઈઝ કરવામાં આવે છે. બીજી બાજુ લોકો મોઢા પર ફેસસીલ્ડ પહેરીને વર્ક આઉટ કરી રહ્યા છે.
આ ઉપરાંત નવી ગાઇડલાઈન પ્રમાણે સ્પાસ, સ્ટીમ બાથ અને સ્વિમિંગ પુલ બંધ રહેશે. ઉપરાંત 65 વર્ષથી વધુ વયની વ્યક્તિ, અન્ય બિમારી હોય તેવી વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જીમમાં એન્ટ્રી આપવામાં ન આવે. ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે, કાર્ડિયો જેવી એક્સરસાઈઝમાં વાઈઝરનો ઉપયોગ કરી શકાય.
આ સાથે દરેક જિમ સંચાલકો અને મેમ્બરે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાનો રહેશે. દરેક વ્યક્તિનું પલ્સ ઓક્સિમિટરની મદદથી ઓક્સિજન ચકાસવામાં આવશે અને 95 ટકાથી ઓછું હોય તેમને જીમમાં પ્રવેશ આપવો નહીં કે કસરત કરાવવી નહીં. ઓક્સિજનનું આ પ્રમાણ આવે તો હોસ્પિટલમાં પણ જાણ કરવી.
સોશિયલ ડિસન્ટન્સ ફરજિયાત રાખવું રહેશે. યોગા ઈન્સ્ટિટયૂટમાં ચપ્પલ અને જુતાને બહાર કાઢ્યા બાદ જ પ્રવેશ આપવો. દરેકના નામ અને સરનામા સાથે એન્ટ્રી વખતે નોંધણી કરવાની રહેશે. કોઈ પણ વસ્તુનો કસરત માટે ઉપયોગ કરતાં પહેલા હાથને સેનિટાઈઝ કરવાના રહેશે. યોગાને ખુલ્લી જગ્યામાં જ કરવા તેવી સલાહ આપવામાં આવી છે.
Related Articles
કિમ નજીક 15ને મોતને ઘાટ ઉતારનાર ડમ્પરના ડ્રાઇવર-કંડક્ટર દારૂ અને ગાંજાના નશામાં હોવાની પોલીસને શંકા, ડ્રાઇવર-કંડક્ટરના રિપોર્ટની રાહ
કિમ નજીક 15ને મોતને ઘાટ ઉતારનાર ડમ્પરના...
Jan 19, 2021
સુરતના કિમ નજીક ફૂટપાથ પર ઊંઘતા શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળતાં 15નાં મોત, CM દ્વારા મૃતકોના પરિવારને 2-2 લાખની સહાયની જાહેરાત
સુરતના કિમ નજીક ફૂટપાથ પર ઊંઘતા શ્રમજીવી...
Jan 19, 2021
યુવાનો જોબ સિકર નહીં પણ જોબ ગિવર બન્યા : રૂપાણી
યુવાનો જોબ સિકર નહીં પણ જોબ ગિવર બન્યા :...
Jan 19, 2021
અમદાવાદ-બરોડા હાઈવે પર ૩૦-૩૫ વાહન સાથે ટકરાયા
અમદાવાદ-બરોડા હાઈવે પર ૩૦-૩૫ વાહન સાથે ટ...
Jan 19, 2021
કેશોદની વણપરિયા સ્કૂલમાં ૧૧ છાત્રા કોરોના પોઝિટિવ
કેશોદની વણપરિયા સ્કૂલમાં ૧૧ છાત્રા કોરોન...
Jan 19, 2021
ગઢડા- બે સગા ભાઈએ ઈંટોના સળગતા ભઠ્ઠા પર સૂઇ મોતની સોડ તાણી
ગઢડા- બે સગા ભાઈએ ઈંટોના સળગતા ભઠ્ઠા પર...
Jan 18, 2021
Trending NEWS

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021

18 January, 2021