હરભજને ખાલિસ્તાની આતંકવાદી ભિંડરાવાલેને શહીદ કહ્યો

June 07, 2021

નવી દિલ્હી : ભારતીય ટીમનો સ્ટાર ઓફ સ્પિનર હરભજન સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થયો છે. તેણે અમૃતસરના સ્વર્ણ મંદિરમાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદી જરનૈલ સિંહ ભિંડરાવાલેને શહીદ ગણાવ્યો છે. હરભજને ઓપરેશન બ્લૂ સ્ટારની 37મી વરસી પર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી. તેમા તેણે લખ્યું- સન્માન સાથે જીવવું અને ધર્મ માટે મરવવું. 1 જૂનથી 6 જૂન 1984ના સચખંડ શ્રી હરિમંદર સાહિબ પર શહીદ થનારા સિંહ-સિહનિયોની શહિદીને પ્રણામ.

હરભજનને પોતાના ઈન્સ્ટા સ્ટોરીમાં ભિંડરાવાલેનું નામ લીધુ નથી, પણ તેણે જે ફોટો શેર કર્યો તેમા ખાલિસ્તાની આતંકવાદી ભિડરાવાલેની તસવીર પણ હતી. આ ઘટનામાં હરભજન તરફથી અત્યાર સુધીમાં કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ પોસ્ટ અંગે સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું છે કે હરભજનને ભારતમાં રહેવાનો અધિકાર નથી. યુઝર્સે તેની સામે FIR દાખલ કરવાની પણ માગ કરી છે. અનાનમિકા યાદવ નામની એક યુઝરે લખ્યું- આ પ્રકારના નિવેદનને લઈ BCCIએ તાત્કાલિક હરભજન સામે કાર્યવાહી કરવી જોઈએ. તેની સામે FIR દાખલ થવી જોઈએ. હરભજનને જે પણ એવોર્ડ મળ્યા છે તે પાછા લઈ લેવા જોઈએ.

આ શરમજનક છે. સુરજ કૌલ લખે છે કે -હરભજન સિંહે અગાઉ શાહિદ અફ્રિદીના ફાઉન્ડેશન માટે ડોનેશન કરવા અપીલ કરી હતી. હવે તેઓ ખાલીસ્તાની આતંકવાદીનું સમર્થન કરે છે,જેણે હજારો લોકોની હત્યા કરી હતી તેને શહીદ કરી રહ્યા છે. આ એક શરમજનક બાબત છે.

ભારત ભક્ત નામના એક યુઝર્સે લખ્યું-હું સમજી શકતો નથી કે જ્યારે વિશ્વ કપમાં ભારતની જીત થઈ ત્યારે તમે તિરંગો લઈ રડી પડ્યા હતા અને અત્યારે તમે એવી વ્યક્તિનો મહિમા ગાઈ રહ્યા છો કે જે દેશદ્રોહી હતો. તમે તમારું સન્માન ગુમાવી દીધું.