દિલ્હી, ઝારખંડ સહિત ઉત્તર ભારતમાં કરા સાથે ભારે વરસાદ : 1નું મોત, પાકને નુકસાન

March 15, 2020

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઝારખંડ સહિત ઉત્તર ભારતમાં શનિવારે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. દિલ્હીમાં માર્ચ મહિનામાં ભારે વરસાદ અને કરાંનો નવો વિક્રમ સર્જાયો હતો.

ઝારખંડમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થયું હતું અને એક ખેડૂતનું મોત નીપજ્યું હતું. પંજાબ અને હરિયાણામાં પણ શનિવારે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. પરીણામે અનેક જગ્યાએ જનજીવન ખોરવાઈ ગયું હતું. હિમાચલ પ્રદેશમાં નવેસરથી હિમવર્ષા થઈ હતી. 

દિલ્હીમાં શનિવારે બપોરે માર્ચ મહિનામાં મુશળધાર વરસાદ પડવાનો નવો વિક્રમ સર્જાયો હતો. વરસાદના કારણે તાપમાન ઘટયું હતું અને અનેક જસૃથળે પાણી ભરાઈ ગયા હતા તેમજ અનેક જગ્યાએ કરા પડયા હતા. 

દિલ્હીમાં વરસાદ પડવાના કારણે તાપમાન ઘટયું હતું. દિલ્હીમાં અત્યાર સુધીમાં માર્ચમાં 101.9 મીમી વરસાદ પડયો છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું, જે આ મહિનાનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ માર્ચ 2015માં 97.4 મીમી, 2007માં 61.6 મીમી અને 1995માં 36.5 મીમી વરસાદ પડયો હતો.

ઝારખંડમાં હજારીબાગ અને ગિરિડિહ જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે 60 વર્ષના એક ખેડૂતનું મોત નીપજ્યું હતું. હજારીબાગના જિલ્લા કૃષિ અિધકારીએ કહ્યું હતું કે વરસાદને કારણે રવી પાકને ભારે નુકસાન થયું છે. બધા જ જિલ્લા કલેક્ટરોને વરસાદથી થયેલા નુકસાનનું આકલન કરવા જણાવાયું છે. 

પંજાબ અને હરિયાણાના અનેક ભાગોમાં પણ શનિવારે ભારે વરસાદ ખાબક્યો હતો. પરીણામે કૃષિ માટે પ્રખ્યાત બંને રાજ્યોમાં ઊભા પાકને નુકસાન થયું હતું. અમૃતસર, લુિધયાણા અને પટિયાલા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદના કારણે અહીં પણ તાપમાનમાં 2-3 ટકા ઘટાડો જોવા મળ્યો હતો.