વર્લ્ડ એથ્લેટિક્સ રિલે માટે હિમા અને દુતીનો ૪ બાય ૧૦૦ મીટર ટીમમાં સમાવેશ

April 08, 2021

નવી દિલ્હી: સ્ટાર સ્પ્રિન્ટર હિમા દાસ અને નેશનલ રેકોર્ડ હોલ્ડર દુતી ચંદનો પોલેન્ડ ખાતે પહેલી અને બીજી મેએ યોજાનારી ઓલિમ્પિક ક્વોલિફિકેશન ઇવેન્ટ વર્લ્ડ એથ્લેટિક્સ રિલે માટે ભારતની મહિલા ચાર બાય ૧૦૦ મીટર રિલે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગયા મહિને ફેડરેશન કપમાં વિમેન્સ ૧૦૦ મીટર ફાઇનલમાં દુતીને હરાવનાર ધનલક્ષ્મીનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત અર્ચના સુસેન્દ્રન, હિમાશ્રાી રોય અને એટી દાનેશ્વરીની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. પોલેન્ડના સેલિસેયા ખાતે યોજાનારી ઇવેન્ટમાં ભારતની મેન્સ ચાર બાય ૪૦૦ અને વિમેન્સ ચાર બાય ૪૦૦ મીટર રિલે ટીમો પણ ભાગ લેશે. વર્લ્ડ એથ્લેટિક્સ રિલેમાં ટોચના સ્થાને રહેનાર આઠ ટીમો આપોઆપ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ જશે. ભારતની ચાર બાય ૪૦૦ મીટર મિક્સ રિલે ટીમ દોહા ખાતે ૨૦૧૯ની વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પહોંચીને અગાઉથી જ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થઈ ચૂકી છે.
- મેન્સ ચાર બાય ૪૦૦ મીટર રિલે અમોજ જેકોબ, નાગનાથન પાંદી, મોહમ્મદ અનસ યાહિયા, અરોકિયા રાજીવ, સાર્થક ભાંબરી, અય્યાસામી ધારુન અને નિર્મલ નોહ ટોમ
- વિમેન્સ ચાર બાય ૪૦૦ મીટર રિલે : એમઆર પાવૂમ્મા, શુભા વેંકટેશ, કિરણ અંજલિદેવી, આર. રેવતી, વીકે વિસ્મયા અને જિસ્ના મેથ્યૂ.
- વિમેન્સ ચાર બાય ૧૦૦ મીટર રિલે : એસ. ધનલક્ષ્મી, દુતી ચંદ, હિમા દાસ, અર્ચના સુસેન્દ્રન, હિમાશ્રાી રોય અને એટી દાનેશ્વરી.