ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કોરોના પોઝિટિવ, 15થી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર બંધ, શનિવારે સરકારી કર્મચારીઓ માટે રજા

January 13, 2022

અમદાવાદ : ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસો 10 હજારની લગોલગ પહોંચી ગયા છે, જેને પગલે રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોનું સતત મોનિટરિંગ કરી રહી છે અને જરૂરી વ્યવસ્થાઓ કરવા લાગી છે તેમ જ દિવસે દિવસે નિયંત્રણો પણ કડક કરી રહી છે. તેમજ મંદિરો પણ બંધ થવા લાગ્યા છે. 15મીથી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વડાપ્રધાન મોદીએ આજે કોરોના સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોરોનાની તૈયારી અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કોરોના વેક્સિનેશન અભિયાનમાં ગુજરાતે વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં પ્રથમ ડોઝ વેક્સિનેશનનો આંકડો 5 કરોડને પાર થઈ ગયો છે. તેમજ 40 જેટલી RT-PCR લેબ શરૂ થશે.15 હજાર ક્રિટિકલ બેડ અને 8 હજાર વેન્ટીલેટર બેડની સુવિધા પણ ઉપલબ્ધ થઈ છે.