હું ફેસબુક પર નંબર વન અને PM મોદી નંબર ટુઃ ડોનાલ્ડ ટ્રમ્પ

February 15, 2020

નવી દિલ્હી : 24 અને 25 ફેબ્રુઆરીએ અમેરિકન પ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસની ભારત યાત્રાએ આવી રહ્યા છે.જેને લઈને ટ્રમ્પ ઉત્સાહિત જોવા મળી રહયા છે.

ટ્રમ્પે હવે ટ્વિટ કરીને કહ્યુ છે કે, ભારત જવુ મારા માટે સન્માનની વાત છે.તાજેતરમાં જ ફેસૂબકના માર્ક ઝુકરબર્ગે કહ્યુ હતુ કે, ફેસબૂક પર ડોનાલ્ટ ટ્રમ્પ નંબર વન અને વડાપ્રધાન મોદી નંબર ટુ છે.હું બે સપ્તાહમાં ભારત જવાન છું.આ માટે હું બહુ ઉત્સાહિત છું. 

આ પહેલા પીએમ મોદીએ બુધવારે કહ્યુ હતુ કે, ટ્રમ્પના પ્રવાસથી બંને દેશો વચ્ચેની દોસ્તી મજબૂત થશે.મને ખુશી છે કે, ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે.ભારત પોતાના મહેમાનોનુ શાનદાર સ્વાગત કરશે.

ટ્રમ્પના પત્ની અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ ભારત યાત્રા અંગે ટ્વિટ કરીને ભારત આવવા માટે આતુરતા વ્યક્ત કરી ચુક્યા છે.