મુંબઈમાં વધુ એક અભિનેતાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

August 06, 2020

2020નું વર્ષ ફિલ્મી જગત હોય કે ટીવી જગત, દેશ હોય કે દૂનિયા તમામ માટે ખુબ જ ખરાબ સાબિત થયું છે. તેમાં પણ ફિલ્મી અને ટીવી જગતમાં આ વર્ષ ખુબ જ ખરાબ સાબિત થઈ રહ્યું છે. આ જ વર્ષમાં કેટલાક દિગ્ગજ અભિનેતાઓના મોત થયા છે. તો કેટલાક અભિનેતાઓ આત્મહત્યા કરી રહ્યા છે. સુશાંતસિંહ રાજપૂતનો કેસ હજુ અસમંજસમાં જ પડ્યો છે ત્યાં આજે વધુ એક અભિનેતાએ આત્મહત્યા કર્યાના સમાચાર મળી રહ્યા છે.
44 વર્ષીય સમીર શર્માએ બુધવારે રાતે મલાડમાં આવેલા નેહા સીએચએસ બિલ્ડિંગમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મલાડ પોલીસના જણાવ્યા અનુસાર સમીરે આ વર્ષે ફેબ્રુઆરીમાં એપાર્ટમેન્ટમાં ભાડે ઘર લીધું હતું. રાત્રીના સમયે નોકરીના સમયે ચોકીદારે સમીર શર્માના મૃતદેહને લટકતો જોયો હતો.