સુરતમાં કોરોનાથી વધુ 4 મોત, મૃત્યુઆંક 70ઃ નવા 71 કેસ આવ્યા

May 31, 2020

લેબ સુપરવાઇઝર, એમ્બ્યુલન્સ ડ્રાઇવર, કપડાના દુકાનદાર અને લારી ધારક, ફ્રુટ-શાકભાજી વિક્રેતા, વોચમેન, એકાઉન્ટન્ટ, કોન્ટ્રાકટર કોરોનાની ઝપેટમાં

ત્રણ જ દિવસમાં નવા 171 કેસ નોંધાયા, કુલ આંકડો 1660


સુરત - લોક ડાઉનમા છૂટછાટ આપ્યા બાદ સુરત શહેરમાં કોરોનાનો વ્યાપ વઘી રહ્યા છે. આ સાથે કોરોનાના કેસમાં અન્ય મૃત્યુદરમાં વધારો થઈ રહ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં કોરોનાની ઝપેટમાં આવેલા અમરોલી ખાતેના 63 વર્ષીય વૃદ્ધ,વરાછાના 34 વર્ષીય યુવાન,અમરોલી 65 વર્ષીય વૃધ્ધ અને ઉધના 81 વર્ષીય વૃધ્ધનું સારવાર દરમિયાન મોતને ભેટયા હતા. આજે સિટીમાં 59 અને ગ્રામ્યમાં 12મળી નવા 71કેસ સામે આવ્યા છે.

અમરોલીમાં કોસાડ આવાસમાં રહેતા 63 વર્ષીય ગોવિંદભાઈ મૂલજીભાઈ સલાત ગત તા.28 મીએ તાવ સહિતન તકલીફ થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ સાથે વરાછામાં હીરાબાગ ખાતે સમા સોસાયટીમાં રહેતા 34 વર્ષીય કલ્પેશભાઈ વીરજીભાઈ માકરાણા ગત તા.28મી નવી સિવિલમાં દાખલ કર્યા હતા. તથા અમરોલીના ધરતીનગરમાં રહેતા 65 વર્ષીય શિવરામ મંતનિતી પરીદાને ગત તા.14મી સિવિલમાં દાખલ કર્યા હતા. અને ઉધનામાં જલારામનગરમાં રહેતા 81 વર્ષીય દેવનારાયણ ગુજ્જર વર્મા ગત તા.23મીએ સિવિલમાં દાખલ થયા હતા. ત્યાં ચારે દર્દીમાં  કોરોનાના લક્ષણો દેખાતા સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલ્યા હતા બાદમાં ચારેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ગઈ કાલે વારાફરતી મોત નિપજયા હતા.જયારે ગોવિદભાઇને હૃદયની તકલીફ હતી. કલ્પેશભાઇને હૃદયના રોગનો હુમલો આવતા મોતને ભેટયા હતા. જયારે શિવરામ અને દેવનારાયણને ડાયાબિટીઝની બિમારી હોવાનું ડોકટરે કહ્યુ હતુ.

.
આ સાથે શહેરમાં આજે  શિવાજીનગરમાં કપડાના દુકાનદાર  અમિત જૈન,એ.કે રોડ પર સાડીના દુકાનદાર વિશાલ નાદોદા,અમરોલીમાં કપડાની લારી ધરાવતા મુખ્તાર શાહ,સોશીયો સર્કલ પાસે ફળના વિક્રેતા દયારામ પવાર, વિયજનગરમાં શાકભાજીના વિક્રેતા મનોહર ચૌધરી, ફળ વિક્રેતા સમીર શાહ,નંદુ દોશીની વાડીમાં વોચમેન મનુભાઇ કાકલોતર, પાલના પક્ષીની હોસ્પિટલના એમ્બ્યુલન્સ ચાલક પ્રકાશ પટેલ, એકાઉન્ટન્ટ કમલેશભાઇ પસ્તાગીયા, કોન્ટ્રાકટર જયતીભાઇ બોરડ, બેગમપુરાના સાયન્સ લેબ સુપરવાઇઝર કાઝીરભાઇ ચિન્નિવાલા,બોઇલર મેન્યુફેકચરીંગ વ્યવસ્યાય કરતા હઝેફા ચુનાવાલા, ચક્રધર એન્જીનરીંગના નોકરી કરતા બંકિમ કંસાર કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  સુરતમાં કોરોનાના ૫૯દર્દીમાં આજે  સૌથી વધુ કતારગામના 18, લિંબાયતમાં 16, સેન્ટ્રલમાં 6, વરાછા એ 7, વરાછા બી ૨,અને ઉધનામાં 10 દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જેમાં 29પુરૃષ, 9 સ્ત્રી, કિશાર ૩ અને  18 વૃધ્ધ  છે. સુરત શહેરમાં આજ દિન સુધીમાં1548પોઝિટીવ કેસમાં 70મોત થયા છે. જયારે સુરત જીલ્લામાં આજ દિન સુધી 112પૈકી 2 વ્યકિતનાં મોત થયા હતાં.  સુરત શહેર- જીલ્લામાં  કુલ  1660 કેસમાં 72ના મોત થયા છે