સુરતમાં આખે-આખા પરિવારને જ લીધા ઝપેટમાં, 11 દિવસમાં 29 પરિવાર કોરોનાગ્રસ્ત, 162 સભ્યો કોરોનાની 'કેદ'માં

January 12, 2022

સુરત : ઓમિક્રોન વેરિયન્ટના કેસો આવ્યા બાદ સુરતમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યું છે. હવે ઓમિક્રોન દર્દીની વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તો પણ ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ સુરતમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 11 દિવસમાં જ 29 જેટલા આખે આખા પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ પરિવારોના 162 સભ્યો કોરોનાના કારણે હોમ આઈસોલેશનમાં છે.

શહેરમાં 1થી 18 વર્ષના વયજૂથમાં સંક્રમણના કેસ વધ્યા છે. છેલ્લા 8 દિવસમાં શહેરમાં 1થી 18 વર્ષના 904 બાળકો સંક્રમિત થયા છે. શરૂઆતમાં સ્કૂલોમાં કેસ આવી રહ્યા હતા. જેના કારણે ધોરણ 1થી 9ની સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. જોકે, ધો. 10થી 12ના વિદ્યાર્થીઓમાં હવે સંક્રમણ પ્રસરી રહ્યું એવું લાગી રહ્યું છે.