IND v/s NZ, 1ST ટેસ્ટ :પુજારા છેલ્લી 39 ઈનિંગથી સદી મારી શક્યો નથી, 43 ઓવર સુધી સ્કોર 122/3; અય્યર-રહાણે ક્રીઝ પર

November 25, 2021

કાનપુર :  T20 સિરીઝમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડનો વ્હાઈટ વોશ કરી પોતાની આક્રમક છબિનો પરચો બતાવી દીધો છે. કાનપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

મયંક અગ્રવાલના આઉટ થયા પછી શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાએ ભારતની ઈનિંગ સંભાળી હતી. આ દરમિયાન ગિલે પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી ફિફ્ટી ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્જરી થયા પછી કમબેક કરી રહેલા ગિલને 2 જીવનદાન પણ મળ્યા હતા, પરંતુ તેણે આ તકનો લાભ ઉઠાવી ઈન્ટરનેશનલ ટેસ્ટ ફોર્મેટમાં પોતાની ચોથી ફિફ્ટી ફટકારી હતી. આની સાથે ગિલ અને પુજારા વચ્ચે 61 રનની પાર્ટનરશિપ પણ થઈ હતી.

લંચ બ્રેક સુધી ઈન્ડિયન ટીમનો સ્કોર 82/1 હતો
શુભમન ગિલ ફિફ્ટી ફટકાર્યા બાદ 52 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. કાઈલ જેમિસને તેને ક્લિન બોલ્ડ કર્યો હતો.

ટોસ જીત્યા પછી ઈન્ડિયન ટીમની શરૂઆત સતર્ક રહી હતી. એવામાં કાઈલ જેમિસને 8મી ઓવરના પાંચમા બોલ પર મયંક અગ્રવાલને પેવેલિયન ભેગો કર્યો હતો. જેમિસને આઉટ સાઈડ ઓફ સ્ટમ્પ લેન્થ બોલ ફેંક્યો હતો, જેને ડિફેન્ડ કરવા જતાં બેટની આઉટસાઈડ એડ્જ લેતાં મયંક અગ્રવાલ પેવેલિયન ભેગો થયો હતો.

ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર ટિમ સાઉથીએ શુભમિન ગિલ વિરુદ્ધ LBW અપીલ કરી હતી, જેને અમ્પયારે આઉટ આપી દેતાં લગભગ ઈન્ડિયન ટીમની પહેલી વિકેટ પડી ગઈ હતી. જોકે શુભમન ગિલે DRSનો ઉપયોગ કરીને આ નિર્ણયને પડકાર્યો હતો, જેને પરિણામે રિવ્યુમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે ઈનસાઈડ એડ્જ વાગ્યા પછી ગિલના પેડ પર બોલ વાગ્યો હતો, જેથી અમ્પાયરને આ નિર્ણય બદલવો પડ્યો અને ગિલને જીવનદાન મળ્યું હતું.