IND VS ENG LIVE:ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ, ભારતની બીજી ઈનિંગ 245 રનમાં સમેટાઈ

July 04, 2022

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચનો ચોથો દિવસ છે. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 284 રન સમેટાયા બાદ ભારતે બીજી ઈનિંગમાં 245 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ આપ્યો છે.

પહેલી ઈનિંગમાં શાનદાર 146 રન બનાવનાર ઋષભે બીજી ઈનિંગમાં હાફ સેન્ચુરી ફટકારી છે. તેને 78 બોલમાં 53 રન બનાવ્યા છે. આ તેમની ટેસ્ટ કરિયરની 10મી ફિફ્ટી છે. પંતને જેક લીચે પોતાનો શિકાર બનાવ્યો. તો શ્રેયસ અય્યર ફરી એક વખત મોટી ઈનિંગ નથી રમી શક્યો. મેથ્યૂ પોટ્સના બોલમાં તે પુલ કરવા જતા જેમ્સ એન્ડરસનને આસાન કેચ આપી બેઠો. અય્યરે 19 રન કર્યા. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટેસ્ટની બીજી ઈનિંગમાં પુજારાએ કમાલની બેટિંગ કરતા 168 બોલમાં 66 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 8 ચોગ્ગા નીકળ્યા. પુજારાને સ્ટુઅર્ટ બ્રોડે પેવેલિયન મોકલ્યો. બ્રોડના બોલને ચેતેશ્વર પોઈન્ટની દિશામાં રમવા માગતો હતો પરંતુ ત્યાં ઊભેલા એલેક્સ લીસે આસાનીથી કેચ પકડી લીધો.