કોરોના વેક્સિન માટે ભારત બાયોટેકનો બ્રાઝિલ સાથે કરાર
January 13, 2021

નલી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારી સામે દેશમાં ૧૬ જાન્યુઆરીથી વેક્સીનેશન શરૂ થઈ રહ્યું છે. સરકારે પુણેની સીરમ ઇન્સ્ટીટયૂટને ૧ કરોડ ૧૦ લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. સીરમની વેક્સીન કોવિશીલ્ડની પ્રથમ ખેપ દેશના અલગ અલગ શહેરોમાં પહોંચવા પણ લાગી છે. સ્પાઈસજેટ વિમાન વેક્સીન લઈ દિલ્હી પહોચ્યું. વેક્સીનને કન્ટેનર સાથે કડક સુરક્ષા વચ્ચે રાજીવ ગાંધી સુપર સ્પેશિયલિટી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેને સ્ટોર કરવામાં આવશે. કોરોનાની વેક્સીનને લઇને ભારત બાયોટેકનો બ્રાઝિલ સાથે કરાર થયો છે. કરાર બાદ ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સીન હવે બ્રાઝિલ જશે. સીરમ ઇન્સ્ટીટયૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે, સમગ્ર દેશ કોરોના વેક્સીનની રાહ જોઈ રહ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, તેઓ કોરોનાની સૌથી સસ્તી વેક્સીન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, સરકારને ૨૦૦ રૂપિયા પ્રતિ ડોઝના હિસાબથી વેક્સીન આપવામાં આવી રહી છે. આ કિમત પહેલા ૧૦૦ મિલિયન ડોઝની છે. તેમણે કહ્યું કે, વેક્સીનનો ઓર્ડર માર્ચ સુધી ૫થી ૬ કરોડ સુધી જશે. આરોગ્ય મંત્રાલયે દુનિયાના જુદા જુદા દેશોમાં વિવિધ વેક્સીનના ભાવ વિશે માહિતી આપી હતી. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારત સરકારે હાલમાં સીરમ સંસ્થા તરફથી વેક્સીનના ૧૧૦ લાખ ડોઝ મંગાવ્યા છે. તેની કિંમત ડોઝ દીઠ ૨૦૦ રૂપિયા (ટેક્સ બાદ કરતા) છે. ભારત બાયોટેકની કોવેક્સીનના ૫૫ લાખ ડોઝનો ઓર્ડર ભારત સરકારને આપ્યો છે. તેમાંથી ૧૬.૫ લાખ ડોઝ ભારત સરકારને વિના મૂલ્યે આપવામાં આવશે, જ્યારે ૩૮.૫ લાખ ડોઝની કિંમત ૨૯૬ રૂપિયા ડોઝ (ટેક્સને બાદ કરતા) થશે.
Related Articles
બિડેનના શપથગ્રહણ પહેલા અમેરીકાની સુપ્રીમ કોર્ટમાં બોંબ વિસ્ફોટની ધમકીથી અફરાતફરી
બિડેનના શપથગ્રહણ પહેલા અમેરીકાની સુપ્રીમ...
Jan 21, 2021
PM નરેન્દ્ર મોદીએ અમેરીકાના રાષ્ટ્રપતિ બિડેનને આપી શુભકામના
PM નરેન્દ્ર મોદીએ અમેરીકાના રાષ્ટ્રપતિ બ...
Jan 21, 2021
ચીન સાથે સીમા વિવાદ વચ્ચે ભારત અને ફ્રાંસની વાયુસેનાનો સંયુક્ત યુદ્ધાભ્યાસ
ચીન સાથે સીમા વિવાદ વચ્ચે ભારત અને ફ્રાં...
Jan 21, 2021
અમેરીકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યાની સાથે કમલા હેરિસે અનેક ઈતિહાસ રચ્યાં
અમેરીકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા...
Jan 21, 2021
US પ્રમુખના શપથ ગ્રહણ સમારોહમાં લેડી ગાગાએ ગાયુ રાષ્ટ્રગાન
US પ્રમુખના શપથ ગ્રહણ સમારોહમાં લેડી ગાગ...
Jan 21, 2021
હું અમેરિકાના તમામ લોકોનો રાષ્ટ્રપતિ છું, અમેરિકાને એકજૂથ કરવા માટે સમર્પિત છું : જો બાઇડન
હું અમેરિકાના તમામ લોકોનો રાષ્ટ્રપતિ છું...
Jan 21, 2021
Trending NEWS

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021

20 January, 2021
.jpg)
20 January, 2021

20 January, 2021